ભાવનગર: જિલ્લામાં જીલ્લાકક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઘોઘા ખાતે કરવામાં આવી હતી. જેમાં જયેશ રાદડિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલીસના જવાનો દ્વારા સલામી માર્ચ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેબિનેટ પ્રધાન દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, કલેકટર, ડીડીઓ, આઈજી, જીલ્લા પોલીસવડા સહીતના અનેક લોકો કાર્યક્રમમાં જોડાયા હતાં, ત્યારબાદ વિવિધ ફ્લોટ પણ રજુ કરવામાં આવ્યા હતાં.
ભાવનગરના ઘોઘા ખાતે જીલ્લાકક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી - 71st Republic Day
ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે જિલ્લાકક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા દ્વારા ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમને પગલે શાળા દ્વારા અનેક કાર્યક્રમો યોજાયા હતાં.

ભાવનગર
ઘોઘા ખાતે જીલ્લાકક્ષાના 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
જયેશ રાદડિયા દ્વારા પોતાની સ્પીચ આપતા સરકારની વિવિધ યોજના અંગેની માહિતી આપી હતી. તેમજ દેશવાસીઓને 71 માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પણ પાઠવી હતી. તેમજ ઘોઘાની શાળાના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુરસ્કૃત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસના જવાનો દ્વારા અશ્વ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.