- પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પુણ્યતિથિની સાદગીપૂર્વક ઉજવણી
- કોરોના મહામારીને લીધે ધજા પૂજન અને ગુરુપૂજનનું લાઈવ પ્રસારણ કરાયું.
- કોરોના મહામારીને કારણે જાહેર ઉજવણી કરાઈ બંધ
મહુવા : બગદાણા ખાતે પૂજ્ય બજરંગદાસ બાપાની 44 મી પૂણ્યતિથિની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધજા પૂજન અને ગુરુપૂજાનનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે પૂજ્ય બાપાની પુણ્યતિથીનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને સાદગીથી આયોજન કરવામાં આવ્યુ હતું. પુણ્યતિથીમાં લાખો ભક્તોનો મહેરામણ ઉમટી પડતો હોય છે અને લાખો લોકો પ્રસાદી લે છે, પણ આ વખતે સાદગીથી ઉજવણી કરવામાં આવી.