ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના IGના જન્મદિનની ઉજવણીમાં 8 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત - ભાવનગરના IGના જન્મદિનની ઉજવણી

ગુજરાતના એક IPS અધિકારીએ સાત વર્ષ પહેલાં પહેલા શરૂ કરેલી આદિવાસી બાળાઓ સાથે જન્મદિન ઉજવવાની પરંપરા આજ સુધી જાળવી રાખી છે. જેના વિશેની રસપ્રદ માહિતી આ વિશેષ અહેવાલ દ્વારા મેળવીએ...

banaskatha
banaskatha

By

Published : Feb 20, 2020, 6:13 PM IST

બનાસકાંઠાઃ ગુજરાતના એક IPS અધિકારીએ સાત વર્ષ પહેલાં પહેલા શરૂ કરેલી આદિવાસી બાળાઓ સાથે જન્મદિન ઉજવવાની પરંપરા આજ સુધી જાળવી રાખી છે.આ વાત છે બનાસકાંઠાના તત્કાલીન પોલીસ અધિક્ષક અશોકકુમાર યાદવની છે. જેમણે સાત વર્ષ અગાઉ પોતાના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના અંતરિયાળ વિરમપુર વિસ્તારમાં આવેલી આદિવાસી શાળામાં પહોંચેલા અશોકકુમાર યાદવે શાળાના માહોલથી પ્રભાવિત થઈ આદિવાસી દીકરીઓને દત્તક લીધી હતી. ત્યારે દર વર્ષે આ બાળકીઓ વચ્ચે જ તેમનો જન્મદિન ઉજવવાનું પ્રોમિસ પણ આપ્યું હતું. હાલ અશોકકુમાર યાદવ બનાસકાંઠામાં નથી. જો કે, હાલ ભાવનગર રેન્જ IG તરીકે ફરજરત અશોકકુમાર યાદવે આજ પર્યંત પોતાનું પ્રોમિસ જાળવી રાખ્યુ છે.

ભાવનગરના IGના જન્મદિનની ઉજવણીમાં 8 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત

ફરજનો કાર્યભાર હોવા છતાં આજે પોતાના જન્મ દિવસ પ્રસંગે વિરમપુર આવી પહોંચેલા અશોકકુમાર યાદવે આદિવાસી બાળાઓ સાથે જન્મદિન ઉજવી પોતાનું પ્રોમિસ નિભાવવા સાથે પોલીસ અધિકારીઓ પણ દિલદાર હોય છે તેની પ્રતીતિ પણ કરાવી હતી.વિરમપુરના ગરીબ આદિવાસી પરિવારોની બાળાઓને પૂરતું શિક્ષણ મળે અને એ હેતુથી 100 આદિવાસી બાળાઓને દત્તક લઈ શરૂ કરાયેલી શાળા પણ આજે વટવૃક્ષ બની ગઇ છે.

આજે વિરમપુર વિસ્તારની 300 જેટલી આદિવાસી બાળાઓ આ સંસ્થામાં વિનામૂલ્યે સારું શિક્ષણ મેળવી રહી છે. પવિત્ર યાત્રાધામ અંબાજીના ગબ્બર આસપાસ રહેતા ભિક્ષુક પરિવારોના બાળકો ભિક્ષા માંગી જીવન વિતાવતા હતા ત્યારે આ આઈપીએસની પહેલથી ભિક્ષાવૃત્તિ કરતી બાળાઓને શિક્ષણમાં જોડાયા બાદ ભિક્ષાવૃત્તિ કરતી 20 જેટલી બાળાઓ અત્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે. ગરીબ ભરથરી પરિવારના રૂમમાં શિક્ષણની જ્યોત જગાવવાની સાથે આઇપીએસ અશોક કુમાર યાદવે સમાજને પણ મજબૂત સંદેશ આપ્યો છે. આજે સતત સાતમાં વર્ષે આદિવાસી બાળાઓ સાથે જન્મદિવસની ઉજવણી કરવા દોડી આવેલા અશોકકુમાર યાદવ ભાવવિભોર બની ગયા હતા.

નોંધનીય છે કે, વિરમપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 300 જેટલી બાળાઓને શિક્ષણ આપવા IPS અશોકકુમાર યાદવે આ શિક્ષણ યજ્ઞ શરૂ કરવા સાથે ગબ્બર પર્વત પર ભિક્ષા માગી જીવન વિતાવતી બાળકીઓને પણ નવી દિશા ચીંધી છે. આજે 20 જેટલી બાળકીઓ ભીખ માગવાનું છોડી કેળવણીના પાઠ ભણી રહી છે. ત્યારે વિનામૂલ્યે ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહેલી એક બાળકીએ આજે અશોકકુમાર યાદવને મસીહા ગણાવી તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details