ગુજરાત

gujarat

ETV Bharat / state

ફાયરસેફ્ટી મુદ્દે 100 દુકાનોને સીલ માર્યા, સિલ કરેલી દુકાનો બે કલાકમાં ખુલી ગઈ - Careless business center

ભાવનગર શહેરની મુખ્ય બજારમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં(Bhavnagar Business Center ) ફાયર વિભાગ સિલ મારવા પોહચ્યું અને બાદમાં જોયા જેવી(Fire department in Bhavnagar) થઈ. ફાયરે સિલ તો માર્યા પણ બે કલાક પછી ખોલી નાખ્યા હતા. આખરે એવું શું થયું કે સિલ બે કલાકમાં ખુલ્યા જાણો.

ફાયરસેફ્ટી મુદ્દે 100 દુકાનોને સીલ માર્યા, સિલ કરેલી દુકાનોબે કલાકમાં ખુલી ગઈ
ફાયરસેફ્ટી મુદ્દે 100 દુકાનોને સીલ માર્યા, સિલ કરેલી દુકાનોબે કલાકમાં ખુલી ગઈ

By

Published : Jul 1, 2022, 8:10 PM IST

ભાવનગર: શહેરના મુખ્ય ચોક રૂપમમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં( Shops in Bhavnagar were sealed)આવેલો સોથી વધુ દુકાનોને એક વર્ષ પહેલાં નોટિસ આપ્યા બાદ પાલન નહીં થતા ફાયર વિભાગે( Fire department in Bhavnagar)કાર્યવાહી કરી છે. ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા હાહાકાર મચી ગયો અને લોકોના ટોળા વચ્ચે બે કલાક સિલ રહ્યા અને પછી. જોવા જેવી થઈ. જાણો શું થયું.

ફાયરસેફ્ટી

આ પણ વાંચોઃજામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ

બિઝનેસ સેન્ટર સામે કડક કાર્યવાહી ફાયરની થઈ -ભાવનગરનો રૂપમનો ચોક એટલે ભરચક વિસ્તાર અને મુખ્ય બજારનું દ્વાર કહેવામાં આવે છે. રૂપમ ચોકમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં અસંખ્ય 125 કરતા વધારે દુકાનો આવેલી છે. ફાયરે આ બિઝનેસ સેન્ટરમાં એક વર્ષ પહેલાં નોટીસ આપી હતી. નોટીસ આપ્યા બાદ પણ ફાયરના સાધનો નહિ વસાવતા 5 કલાકે કાર્યવાહી હાથ પર લેવામાં આવી હતી અને 100 દુકાનોને સિલ મારવામાં આવ્યા હતા. સિલ મારવામાં આવતા હાહાકાર મચી ગયો અને દુકાનોના ટોળા એકઠા થયા હતા.

આ પણ વાંચોઃજામનગર મનપાએ 21 દુકાનો સીલ કરી

બે કલાકમાં કેમ દુકાનોના સિલ ખુલી ગયા -ફાયર બ્રિગેડ વિભાગે દુકાનોને સિલ માર્યા બાદ બે કલાક પછી ખોલી નાખવામાં આવ્યા હતા. દુકાનો બજારમાં આવેલી હોય ત્યારે અચાનક દુકાનો સિલ કરતા દુકાનદારોમાં રોષ વ્યાપી ગયો હતો. ફાયર ઓફિસર પદુભાએ જણાવ્યું હતું કે દુકાનોને એક વર્ષ પહેલાં નોટીસ આપવા છતાં સાધનો નહિ વસાવતા સિલ મારવામાં આવ્યા હતા.જો કે બે કલાક પહેલાં સિલ મારી રાખ્યા બાદ 300 રૂપિયાના બોન્ડ પર બાંહેધરી આપતા દુકાનો ખોલવામાં આવી છે અને સિલ ખોલી દેવાયા છે. બીજી બાજુ એવી પણ સુત્રોમાંથી વિગત મળી છે કે કોઈ નેતાનું ભારે દબાણવશ ફાયરે સિલ ખોલ્યા છે પણ કાયદામાં રહીને બોન્ડ કરાવી સિલ ખોલાયા છે.

ABOUT THE AUTHOR

...view details