ગુજરાત

gujarat

ETV Bharat / state

Paralympic Games: રત્ન કલાકારની દીકરીએ આંતરરષ્ટ્રીય રેસ જીતી, પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ - Bhavnagar sports

કર હર મેદાન ફતેહ. ગીતની આ લાઈન એક દિવ્યાંગ દીકરીએ પુરવાર કરી બતાવી છે. ભાવનગર પાસેના કુડા ગામની દિવ્યાંગ દીકરીએ ઇન્ટરનેશનલ ફેરા ઓલમ્પિકમાં ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. દોડ સ્પર્ધામાં હરીફોને હંફાવી સિદ્ધિ હાસલ કરી છે. આ ખેલાડીનું નામ પાયલ બારૈયા છે.

કુંડા ગામની હેંડીકેપ ખેલાડીએ કંબોડીયામાં દોડમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ અને સિલવર મેડલ જીત્યો
કુંડા ગામની હેંડીકેપ ખેલાડીએ કંબોડીયામાં દોડમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ અને સિલવર મેડલ જીત્યો

By

Published : Mar 28, 2023, 8:50 AM IST

ભાવનગર: હે સારે જહા પે ભારી, મેરે ભારત કી બેટી. કંબોડિયામાં યોજાયેલી પેરા ઓલિમ્પિક ઇવેન્ટમાં ભાવનગરની દીકરી જુદા જુદા દેશમાંથી આવેલી ખેલાડીઓ પર ભારી પડી છે. કુડા ગામની પાયલ બારૈયા દિવ્યાંગ છે. પરંતુ ખામીને અવગણીને ખૂબી પર ધ્યાન આપી આંતરરાષ્ટ્રીય કક્ષા યોજાયેલી રેસમાં પાયલ સૌને પાછળ રાખી દીધા છે. પેરા ઓલિમ્પિકના રનિંગ સેક્શનમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ આ દીકરી એ રોશન કર્યું છે. જે ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે. પિતા રત્નકલાકાર છે તથા માતા આંગણવાડી કાર્યકર છે. સામાન્ય પરિસ્થિતિમાંથી આવીને અસામાન્ય કામ કરી ખરા અર્થમાં સિદ્ધિના શિખર પર પાયલ એ પોતાનું નામ લખી દીધું છે.

એક પગે દિવ્યાંગતા:ભાવનગરના દરિયાકાંઠે આવેલા વક નાનકડા ગામમાં રહેતા અને એક પગે દિવ્યાંગતા હોવા છતાં અભ્યાસ સાથે રમત ગમત ક્ષેત્રે કોઈ મેદાન વગર આગળ વધી છે. કુંડા ગામની પાયલબેન કાનજીભાઈ બારૈયાના પિતા સામાન્ય ઘરમાં રહેવા છે. રત્નકલાકાર હોવાથી હીરામાંથી મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે. જ્યારે પાયલબેનની માતા આંગણવાડીમાં વર્કર તરીકે કામ કરવા છે.

આ પણ વાંચો Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ

ગામનું નામ રોશન:"મેરુ ડગે પણ મન નો ડગે"હા વાક્યને ભાવનગરની કુંડા ગામની એક સામાન્ય ઘરના પરિવારની દીકરીએ સાબિત કરી બતાવ્યું છે. એક પગે દિવ્યાંગ હોવા છતાં અભ્યાસ સાથે રમતમાં આગળ વધી હતી. આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરનેશનલ પેરા ઓલમ્પિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને દેશ સાથે ભાવનગર અને ગામનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો Bhavnagar Crime : કંપની માલિકે કર્મચારી સામે નોંધાવી હનીટ્રેપની ફરિયાદ, એક કરોડ એંઠી લીધા

વિદેશમાં ડંકો વગાડ્યો:પાયલબેન પોતાના ગામમાં મેદાન વગર રમત ક્ષેત્રે કડી મહેનત કરતી રહી હતી. આથી ભારતના દિલ્હીમાં યોજાયેલા એશિયા ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયા દ્વારા પાંચમી દિવ્યાંગ રમતોનું 6 અને 7 જાન્યુઆરીમાં યોજાયેલી રમતમાં જેમાં પાયલબેને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આથી પાયલ બેન કંબોડીયામાં એશિયા ટ્રેક એન્ડ ટ્રફ ફેડરેશન ઇન્ડિયાની અંતરરાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરનેશનલ પેરા ઓલમ્પિકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં16 દેશોએ ભાગ લીધો હતો. C ગ્રૂપમાં પાયલબેને 100 મીટર દોડમાં પાયલબેને ગોલ્ડ મેડલ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને દેશ અને ભાવનગરનું નામ રોશન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details