ભાવનગર:ભાવનગર જિલ્લાની તળાજા ડેપોની બસ અમદાવાદથી સાંજે ઉપડી હતી હતી. બસમાં 50થી વધારે મુસાફરો હતા. કંડકટર મહિલા અને ડ્રાઈવર બસ લઈને સાંજે નીકળ્યા હતા. કમોસમી વરસાદ વચ્ચે એસટી બસ બગોદરા સુધી 50 કરતા વધુ જિંદગી લઈને દોડતી રહી હતી. દરેક જિંદગીના જીવ સાથે 2 કલાક સુધી જુગાર રમાતો રહ્યો હતો. એસટી વિભાગની નાનકડી ભૂલમાં 50 જિંદગી હોમાઈ શકતી હતી. શું છે મામલો જાણો....
50 જિંદગી સાથે ખેલ:ભાવનગર જિલ્લાની બાપુનગર તળાજા બસ 2 મે 2023ના રોજ અમદાવાદથી સાંજે 5.30 કલાક આસપાસ બાદ ઉપડી હતી. અમદાવાદથી બસ ઉપડતા સરખેજથી કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. બસમાં વાઈપર ન હોવાથી બસનો ડ્રાઈવર ચાલુ બસે બસનો કાચ સાફ કરતો રહ્યો. અકસ્માતના ડર વચ્ચે બસ 60 કિલોમીટર અંતર કાપી બગોદરા પહોંચી હતી. સામેથી આવતા વાહનોની ભારે લાઈટોનો પ્રકાશ અને વારંવાર કાચ પાણીથી ધૂંધળો થવો અને વારંવાર કાચ સાફ બે બે મિનિટમાં કરવો પડતો હતો.
'બસમાં વાઈપર નથી. અમને ખબર નોહતી કે ઉનાળામાં કમોસમી વરસાદ થશે. બસના ડ્રાઈવર સાથે વાતચીત થઈ છે. આગળ કોઈ પણ ડેપો આવે તો બસ બદલવી અથવા વાઈપર નાખવા જણાવી દેવાયું છે. બસ હાલમાં થોડા દિવસ પહેલા આવી છે. RTO પસિંગ કરીને એટલે બસ કોઈ વેલીડિટી પૂર્ણ થાય તેવું નથી.' -પ્રજ્ઞાબેન વ્યાસ, તળાજા ડેપો મેનેજર