ગુજરાત

gujarat

ETV Bharat / state

સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ પાડવાનો આદેશ છતાં બિલ્ડીંગ ફરી શરૂ, દર્દીઓના જીવને જોખમ - દર્દીઓના જીવને જોખમ

ભાવનગર શહેરની સૌથી મોટી સર ટી હોસ્પિટલનું સાત માળનું બિલ્ડીંગ જર્જરિત છે. કોલમ બિંબ પણ જર્જરિત બન્યા છે ત્યારે મૂળ પાયામાંથી જર્જરિત કોલમ બિંબના કારણે બિલ્ડીંગને પાડવા આર. એન્ડ બી. વિભાગે આદેશ કર્યો છે, પરંતુ સર ટી હોસ્પિટલે કોરોના દર્દીને સારવાર આપી અને હવે સામાન્ય રોગના દર્દી માટે પૂનઃ બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવશે એટલે જિંદગીઓ સાથે ચેડાં થશે.

સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ પાડવાનો આદેશ છતાં બિલ્ડીંગ ફરી શરૂ, દર્દીઓના જીવને જોખમ
સર ટી હોસ્પિટલનું 7 માળનું બિલ્ડીંગ પાડવાનો આદેશ છતાં બિલ્ડીંગ ફરી શરૂ, દર્દીઓના જીવને જોખમ

By

Published : Jun 1, 2021, 11:01 AM IST

  • ભાવનગરની સર ટી હોસ્પિટલનું બિલ્ડીંગ થયું જર્જરિત
  • આર. એન્ડ બી. વિભાગે બિલ્ડીંગ પાડવાનો આપ્યો છે આદેશ
  • આદેશ છતાં દર્દીઓ માટે બિલ્ડીંગ ફરી શરૂ કરાતા દર્દીઓના જીવને જોખમ
  • સર ટી હોસ્પિટલમાં જતા લોકો ચેતી જાય, PWD વિભાગે બિલ્ડીંગને તોડવાનો આપ્યો છે આદેશ
    આદેશ છતાં દર્દીઓ માટે બિલ્ડીંગ ફરી શરૂ કરાતા દર્દીઓના જીવને જોખમ


ભાવનગરઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો આવતાની સાથે P.W.D દ્વારા જર્જરિત જાહેર કરાયેલી 7 માળની બિલ્ડીંગને પુનઃ અન્ય રોગ માટેની ઓપીડી માટે ખૂલ્લી મુકવામાં આવી છે. જર્જરિત બિલ્ડીંગને પાડવાનો આદેશ છતાં હજારો લોકોની અવરજવરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલનું બિલ્ડીંગ થયું જર્જરિત

આ પણ વાંચો-સુરતના ઉધનામાં એક જર્જરિત એપાર્ટમેન્ટનો અમુક ભાગ ધરાશાયી થયો

સર ટી હોસ્પિટલના નવા 7 માળને પાડવાનો આદેશ છતાં અન્ય OPD શરૂ

ભાવનગરની સર ટી હોસ્પિટલની 7 માળની બિલ્ડીંગ જેમાં અન્ય રોગોની ચાલતી ઓપીડી ખસેડવામાં આવી હતી અને કોરોના દર્દીઓને રાખવામાં આવ્યા હતા. કદાચ 7 માળની બિલ્ડિંગમાં સારવાર લઈને નીકળેલા કોરોના દર્દીઓને ખબર નહી હોય કે જ્યાં સારવાર લીધી એ બિલ્ડીંગ જર્જરિત છે અને PWD જેવા સરકારી વિભાગે તેને પાડી દેવા માટે આદેશ કર્યો છે. તેમ છતા કોરોના કાળમાં દર્દીઓને રાખીને સારવાર કરવામાં આવી રહી છે અને હવે ફરી ત્યાં અન્ય રોગોની રાબેતા મુજબની ઓપીડી શરૂ કરવામાં આવી છે.

સર ટી હોસ્પિટલમાં જતા લોકો ચેતી જાય, PWD વિભાગે બિલ્ડીંગને તોડવાનો આપ્યો છે આદેશ
આ પણ વાંચો- સુરતમાં જર્જરિત સરગમ શોપિંગ સેન્ટરની બિલ્ડીંગમાં 96 ફ્લેટ અને 150 દુકાન સીલ
સર ટી હોસ્પિટલમાં જતા લોકો ચેતી જાય, PWD વિભાગે બિલ્ડીંગને તોડવાનો આપ્યો છે આદેશ

સામાન્ય OPDમાં રોજના 1,000થી વધુ દર્દીની અવનજવન છતાં ઉપયોગ

ભાવનગર સ્થાનિક તંત્ર માટે માથાના દુખાવા સમાન પરિસ્થિતિ સર્જાઈ છે. 7 માળના બિલ્ડીંગને આશરે 10 વર્ષ જેવું થયું છે ત્યાં પાયામાંથી બિલ્ડિંગના કોલમ બિંબ જર્જરિત બન્યા છે. મીલ નીચેના જમીન ભાગેથી અને ઉપરના ભાગેથી તૂટેલા બિંબને પગલે તેને તાત્કાલિક ધરાશાયી કરવા આદેશ છે, પરંતુ હોસ્પિટલના તંત્રએ અનેક કોરોના દર્દીને સ્વસ્થ કર્યા અને હવે ફરી પહેલાંની જેમ અન્ય રોગો મટે ઓપીડી શરૂ એ બિલ્ડીંગમાં કરવામાં આવી છે. એટલે આશરે 1,000 કરતા વધુ આવતા દર્દીઓને જીવના જોખમે સારવાર લેવાની રહેશે. જોકે, આ બિલ્ડીંગને પાડવું કે મરામત કરવી તે નિર્ણય થયો નથી પણ સરકારના જ રોડ અને બિલ્ડીંગ વિભાગે પાડવાના આદેશ જરૂર કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details