ભાવનગરમાં થોડા દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, તેવો જિલ્લા પોલીસ વડાને આ વિસ્તારના ભાજપના જ ડેપ્યુટી મેયરએ પત્ર લખ્યો હતો, ત્યારે હવે વરતેજ પોલીસ સ્ટેશનના PSI ચુડાસમાએ જાણ્યે અજાણ્યે એક હોટલમાં આ વાતનું સમર્થન કર્યું છે, જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
'ફ્લોપ દારૂબંધીનો વધુ એક હીટ શૉ', અહીં PSIએ જ દારૂ વેચાતો હોવાનો સ્વીકાર કર્યાનો વીડિયો વાયરલ - દારૂ વહેચાય
ભાવનગરના દાનસંગ મોરી મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે દારૂનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. ડેપ્યુટી મેયરના દારૂના પત્ર વ્યવહાર બાદ હવે બુધેલ વિસ્તારમાં દારૂ વહેચાતો હોઈ અને વરતેજ પોલીસ સ્ટેશનના PSI કોઈ હોટલમાં તેમની રહેમથી દારૂ વહેચાતો હોવાનો સ્વીકાર કરતા ભાજપના નેતાઓ સામે ફરી સવાલો ઉભા થયા છે.

બુધેલ ગામે દારૂ વહેચાય છે તેવું PSI સ્વીકારતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરસ
ઈટીવી ભારત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
બુધેલ ગામે દાનસનગ મોરીની હોટલએ દારૂની રેડ પાડવા ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર અને સર્કલ ઇન્સ્પેકટરની હાજરીમાં બોલતા હોઈ તેવો વીડિઓ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
ગુજરાત પોલીસ તંત્ર,વહીવટી તંત્ર,રાજનીતિના નેતાઓની મિલી ભગતથી દારૂનું દુષણ ચાલતો હોવાનું જણાવે છે, PSIના આ ઘટસ્ફોટથી જોવાનું એ રહેશે કે નેતાઓ અને પોલીસ તંત્ર શુ પગલાં ભરશે, જો કે આ વીડિયોની પુષ્ટી ઇટીવી ભારત કરતું નથી.