ભાવનગરવાસીઓ અને ચેમ્બર ઓફ કોમર્સને બજેટથી અનેક અપેક્ષાઓ ભાવનગર:કેન્દ્ર સરકારનું બજેટ હાલમાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરવાસીઓમાં બજેટને લઈને ઘણી આશા અને અપેક્ષા છે. પરંતુ સૌથી વધુ આશા અને અપેક્ષા ઉદ્યોગો રાખતા હોય છે. ત્યારે ભાવનગર શહેરના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેટલી અપેક્ષાઓ રજૂ કરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ બજેટથી અનેક અપેક્ષાઓ સામાન્ય નાગરિક અને ઉદ્યોગોને સ્પર્શતા મુદ્દાની માંગ:ભાવનગર શહેરવાસીઓમાં બજેટને લઈને અપેક્ષાઓ ઘણી હશે કે રાહત ક્યાંકને ક્યાંક મળે. પરંતુ શહેરનું હંમેશા હાર્ડ ઉદ્યોગો રહ્યા છે ત્યારે આ ઉદ્યોગોની અપેક્ષા જ હંમેશા અગ્રેસર રહેતી હોય છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ટેક્સના સ્લેબમાં રાહત આપવામાં આવે તો ઘણો એવો ફાયદો થઇ શકે એમ છે. આથી અપેક્ષાઓ તો ઘણી હોવાનું તેમને જણાવ્યું હતું.
આ પણ વાંચોPariksha Pe Charcha પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓએ કરી 'મન કી બાત', CM જોડાયા
ટેક્સ સ્લેબમાં રાહતની અપેક્ષા સેવાઈ:સમગ્ર ભારતમાં કોરોના બાદ વધેલી મોંઘવારીને કારણે અને રોજગારીના ઉભા થતાં પ્રશ્નો વચ્ચે બજેટમાં આશા અપેક્ષાઓ જરૂર સૌ કોઈ રાખી રહ્યા છે. ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ ઘણી એવી અપેક્ષાઓ રાખવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે સામાન્ય વ્યાપારીને હાલની જે ટેક્સ લિમિટ છે તે 5 ટકા અને ત્યારબાદ સીધી 20 ટકા છે. જો કે તેમાં કોઈ વચ્ચે સ્લેબ આપવામાં આવ્યો નથી. ત્યારે આ બજેટમાં જો 5 ટકા બાદ 10 અને 15 ટકા જેવા બે સ્લેબ મૂકવામાં આવે તો ઘણી રાહત વ્યાપારીઓને અને સામાન્ય લોકોને થઈ શકે તેમ છે.
આ પણ વાંચોBullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ
ઉદ્યોગોને પણ સ્પર્શતા ટેક્સમાં રાહતની આશા:ભાવનગર શહેરમાં હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ છે. ઘણા નાના લઘુ ઉદ્યોગો આવેલા છે. આ દરેક ઉદ્યોગોને લઈને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ માંગ કરી હતી કે ગત બજેટમાં જે ટીડીએસ (TDS)ની લિમિટ અને એસસીસી (ACC)ની લિમિટમાં જો સુધારો કરવામાં આવે તો થોડી બચત થઈ શકે છે. સામાન્ય જનતાને લાભ થશે અને નાના વ્યાપારીઓને અને ઉદ્યોગોને લાભ થવાનો છે. આ સાથે કંપની ટેક્સમાં સુધારા કરવા સાથે જે પાર્ટનરશીપ અને એલએલપી (LLP)માં ટેક્સનું ભારણ નાખવામાં આવેલું છે તેમાં ઘટાડો કરવામાં આવે તો મોંઘવારીમાં પણ રાહત થવાની અપેક્ષા સેવાઈ હતી.