ગુજરાત

gujarat

ETV Bharat / state

મણાર ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો

ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામે ગેપિલ પ્લાન્ટ દ્વારા અલંગના કચરાને નષ્ટ કરવામાં આવતી કામગીરીને કારણે ગામમાં રોગચાળો તેમજ પીવાના પાણી દૂષિત થઇ રહ્યા છે. તેમ છતા વધુ 40 વિઘા ગોચર જમીન માંગવામાં આવી હતી. જે કારણે ગામલોકો દ્વારા કંપની વિરુદ્ધ રોષ ઠાલવતા બેનરો સાથે આગામી યોજારનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મણાર ગામ
મણાર ગામ

By

Published : Jan 24, 2021, 5:44 PM IST

  • તળાજાના મણાર ગામે ચૂંટણીનો કરવામાં આવ્યો બહિષ્કાર
  • ચૂંટણી પ્રચાર માટે નેતાઓને મણાર ગામમાં નહીં મળે પ્રવેશ
  • ગેપિલ પ્લાન્ટના વિરોધમાં આગામી ચૂંટણીનો બહિષ્કાર

ભાવનગર : તળાજા તાલુકાના મણાર ગામે ગેપિલ પ્લાન્ટ દ્વારા અલંગના કચરાને નષ્ટકરવામાં આવતી કામગીરીને કારણે ગામમાં રોગચાળો તેમજ પીવાના પાણી દૂષિત થઇ રહ્યા છે. તેમ છતા વધુ 40 વિઘા ગોચર જમીન માંગવામાં આવી હતી. જે કારણે ગામલોકો દ્વારા કંપની વિરુદ્ધ રોષ ઠાલવતા બેનરો સાથે એકત્રિત થઇને પ્રદર્શન સાથે ગામ સંપૂર્ણ બંધ રહ્યું હતું. આગામી યોજારનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મણાર ગામે લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો

ગેપિલ પ્લાન્ટ દ્વારા અલંગના કચરાને નષ્ટ કરાય

તળાજા તાલુકાના મણાર ગામના લોકોએ વિરોધ સાથે જણાવ્યું છે કે, જે પ્રમાણે મણાર ગામે અલંગનો કચરો નાખવામાં આવે છે. ગેપિલ પ્લાન્ટ દ્વારા અલંગના કચરાને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. જે કારણે ગામમાં બીમારીઓ ફેલાઈ રહી છે. તેમજ પાણીના તળ ખરાબ થઈ જતા પીવા લાયક પાણી દૂષિત થઇ રહ્યા છે.

વધુ 40 વીઘા ગૌચર જમીનની માંગણી

હાલ 40 વીઘા વધુ ગૌચરની જમીન ફાળવવા માટે સરકાર પાસે માગ કરવામાં આવી છે. જેનો વિરોધ કરી જમીન ફાળવણી નહી કરવા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ જો આગામી દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી ગામહિતમાં નહીં કરવામાં આવે, તો આગામી ચૂંટણીનો મણાર ગામલોકો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details