ગુજરાત

gujarat

ETV Bharat / state

બોર તળાવ ભરાવાની સાથે બનતું જાય છે મોતનું કેન્દ્ર : તળાવમાં તરતો મળી આવ્યો મૃતદેહ - Bhavnagar News

ભાવનગરનું બોરતળાવ સંપૂર્ણ ભરાયા બાદ ડૂબવાના, આત્મહત્યાના બનાવો બનતા રહે છે. ત્યારે ફરી એક એવો જ બનાવ બન્યો હતો. બોર તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, મૃતદેહ બહાર કાઢ્યા બાદ આ આત્મહત્યા છે કે હત્યા તે તપાસ બાદ જ ખબર પડશે.

bhabvnagr
બોર તળાવ ભરાવાની સાથે બનતું જાય છે મોતનું કેન્દ્ર : તળાવમાં તરતો મળી આવ્યો મૃતદેહ

By

Published : Mar 6, 2020, 9:05 PM IST

Updated : Mar 6, 2020, 10:41 PM IST

ભાવનગરઃ બોરતળાવ ભરાયા બાદ એક આનંદ લોકોને જરૂર આવે છે. પણ દુઃખએ વાતનું પણ થાય છે કે, બોર તળાવ ભરાયા બાદ એક પછી એક આત્મહત્યાના બનાવો બની રહ્યા હતા. ભાવનગરના બોર તળાવના પાછળના વિસ્તારમાં કોઈનો મૃતદેહ તળાવની વચ્ચે તરતો હોવાનું જણાતા પોલીસને જાણ કરી અને બાદમાં ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું.

બોર તળાવ ભરાવાની સાથે બનતું જાય છે મોતનું કેન્દ્ર : તળાવમાં તરતો મળી આવ્યો મૃતદેહ

ફાયરના જવાનોએ બોટમાં બેસીને તળાવની વચ્ચે જઈને મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક કોનો છે જાણી શકાયું નથી પણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતદેહ તળાવની વચ્ચે હોવાથી એવું તારણ નીકળતું હતું કે મૃતક બે કે ત્રણ દિવસ પહેલા તળાવના કોઈ છેડેથી ઝંપલાવ્યું હશે કારણ કે તેનું શરીર અકડાઇ ગયું હતું. બીજો સવાલએ પણ થાય કે આત્મહત્યા છે કે, પછી હત્યા ?

Last Updated : Mar 6, 2020, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details