ભાવનગર: શહેર સંસ્કારી નગરી સાથે ક્લાનગરી છે. આ કલાનગરીમાં પુસ્તકના વાચકો માટે સારા સમાચાર છે પરંતુ વાચકો નથી તેનું શું ? હા ડિજિટલ યુગમાં વાચકો ઘટી રહ્યા છે તેથી હવે પુસ્તકો ઠોકબંધ ભાવે વહેચાવાની સ્થિતિ(Price per kg of Bhavnagar books) ઉભી થઈ છે. ભાવનગરમાં અહીંયા મળે છે પુસ્તકો કિલોના ભાવે. જાણો કેવા
કિલોના ભાવે પુસ્તકો વેચવાનો મુંબઇનો ક્રેઝ ભાવનગર પહોંચ્યો
મુંબઈની એક બુકની સંસ્થા લોકોને મુંબઈમાં(Book Institute of Mumbai ) ઠોકના ભાવે (Books price of kilo in Bhavnagar)પુસ્તકો આપી રહી છે. આ સંસ્થાએ ભાવનગરશહેરમાં બીજી વખત ઠોકના ભાવે પુસ્તકો આપવાનું શરૂ કર્યું છે. શહેરના સરદાર સ્મૃતિ હોલમાં (Bhavnagar Sardar Smriti Hall )બુક્સ વહેચવા માટે આવ્યા છે. સરદાર સ્મૃતિમાં બુક્સ વેચવા આવનાર રમેશભાઈ ગજ્જર જણાવે છે કે અમે મુંબઈથી આવીએ છીએ અમે કોવિડ પહેલા પણ આવ્યા હતાં. ડિજિટલના કારણે વાચકો ઘટી રહ્યા છે. અમે જથ્થાબંધ વજનના ભાવે પુસ્તકો ખરીદીયે છીએ અને ટોકન પર લઈને અમે અમારો થોડો નફો ચડાવીને વહેચીએ છીએ. ગુજરાતી, હિન્દી, મોટીવેશન, ટીકશન, નોન ટીકશન અને ચિલ્ડ્રનના પુસ્તકો વહેચવામાં આવે છે. અમે ટન ઉપર પુસ્તકો લાવીએ છીએ આશરે 7 થી 8 ટન પુસ્તકો લાવીએ છીએ અને લોકોનો સહકાર ખૂબ સારો છે.