ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News : પાલીતાણાની આરએમડી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતનો મામલો, પાણીની ટાંકીમાં મળ્યો મૃતદેહ - પાણીની ટાંકીમાંથી યુવતી મૃત હાલતમાં મળી

ભાવનગર જિલ્લામાં પાલીતાણાના વાળુકડ સ્થિત આરએમડી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતનો મામલો બહાર આવ્યો છે. મહિલા કોલેજની હોસ્ટલના ધાબા પર પાણીની ટાંકીમાંથી યુવતી મૃત હાલતમાં મળી હતી. જેને લઇને પાલીતાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જો કે જિલ્લામાં ચર્ચા આપઘાત કે હત્યા ? તેને લઈને ચાલી છે.

Bhavnagar News : પાલીતાણાની આરએમડી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતનો મામલો, પાણીની ટાંકીમાં મળ્યો મૃતદેહ
Bhavnagar News : પાલીતાણાની આરએમડી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતનો મામલો, પાણીની ટાંકીમાં મળ્યો મૃતદેહ

By

Published : Mar 13, 2023, 5:15 PM IST

ભાવનગર : જિલ્લાના પાલીતાણાથી ગારીયાધાર રોડ પર આવેલા વાળુકડની RMD મહિલા કોલેજના હોસ્ટેલના ધાબા પર પાણીના ટાંકામાં યુવતી મૃત હાલતે મળી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં પણ અગમ્ય કારણોસર સિવાય કશું કહી શકે તેમ નથી. વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતનો મામલો હોવાથી પાલીતાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોતનો મામલો હોવાથી પાલીતાણા પોલીસે સઘન તપાસમાં લાગી

ચર્ચા આપઘાત કે હત્યા ? : ભાવનગર જિલ્લાના પાલીતાણાથી ગારીયાધાર રોડ ઉપર આવેલી શ્રી લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી ટી.વાય.બી.એની વિદ્યાર્થીની અચાનક હોસ્ટેલના ધાબા પર પાણીના ટાંકામાં મૃત હાલતે મળી આવી હતી. સમગ્ર ઘટના બાદ પાલીતાણા રૂરલ પોલીસ સ્થળ પર પહોંચીને તપાસનો પ્રારંભ કર્યો છે. જો કે જિલ્લામાં ચર્ચા આપઘાત કે હત્યા ? તેને લઈને ચાલી છે.

આ પણ વાંચો Hostel girl suiside: ધોરાજીની ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત

લોકવિદ્યાલયમાં યુવતી મૃત હાલતે પાણીના ટાંકામાં મળી : ભાવનગર જિલ્લાના પાલીતાણાથી ગારીયાધાર રોડ ઉપર આવેલી શ્રી લોક વિદ્યાલય વાળુકડ ખાતે ટી.વાય.બી.એમાં અભ્યાસ કરતી યુવતી ઉંમર વર્ષ 21 પાણીના ટાંકામાં મૃત હાલતે મળી આવી હતી. આથી પાલીતાણા રૂરલ પોલીસને જાણ કરતા એએસઆઈ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને અનેક તર્કવીતર્ક સર્જાયા છે.

યુવતી ક્યાંની રહેવાસી અને ઘટનામાં શું :પાલીતાણાથી ગારીયાધાર રોડ પર 10 કિલોમીટરે આવતી શ્રી લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી 21 વર્ષની યુવતી મૂળ તળાજાના એક ગામની રહેવાસી છે. પાણીના ટાંકામાંથી બહાર કાઢયા બાદ તેના રૂમમાંથી એક ડાયરી મળી આવી હતી. આ ડાયરીને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ મૃત્યુ પાછળ હાલ અગમ્ય કારણોસર ઘટના ઘટતી હોવાનું પીએસઆઇ આર જે રહેવરે જણાવ્યું હતું.

આ પણ વાંચો Suicide Case Surat: સુરતમાં 29 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત, પોલીસે હાથ ધરી તપાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં તથ્યમાં ખુલાસો : પાલીતાણાના વાળુકડના લોકવિદ્યાલયમાં યુવતીએ પાણીના ટાંકામાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની વાત વહેતી થતા પીએસઆઇ રેહવરે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરી હતી. મૃતદેહ બાદ એક ડાયરી મળી છે. પરંતુ તે સુસાઇડ નોટ છે તે કહી શકાય નહીં. જો કે બનાવને પગલે આ આપઘાત છે કે હત્યા તે પણ કેવું હાલ મુશ્કેલ છે. આ યુવતી તેની અન્ય સાથી મિત્રો સાથે એક રૂમમાં રહેતી હતી. મિત્રોને પણ એવી કોઈ બાબતનો ખ્યાલ નથી. જો કે બનાવને પગલે તેના માતાપિતા પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. બાદમાં તેના મૃતદેહને પાલીતાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હાલ તપાસ એએસઆઇ આર બી કોતર ચલાવી રહ્યા છે.

મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્યનું નિવેદન :ભાવનગર જિલ્લાના પાલીતાણાથી ગારીયાધાર રોડ ઉપર આવેલી આર એમ ડી મહિલા કોલેજના હોસ્ટેલમાં રહેતી યુવતી મૃત હાલતે મળી આવવા બાબતે આરએમડી મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય દિનેશભાઈ વાજાએ જણાવ્યું હતું કે બનાવ બન્યો છે. તેને લઈને તપાસ ચાલી રહી છે. તે બીએ સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતી હતી. તેનો મુખ્ય વિષય ગુજરાતી હતો. જો કે તેના રૂમમાંથી રોજની નોંધપોથી હોય તે ડાયરી મળી આવી છે. જેને લઈને વધુ તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે. પાલીતાણા બાદ હાલમાં તેના મૃતદેહને વધુ તપાસ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details