ભાવનગર : શહેર અને જિલ્લામાં ધોરણ 10ના વિધાર્થીઓ દ્વારા પ્રથમ પેપર આપ્યા બાદ ખુશ જોવા મળતા હતા. ગુજરાતીના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને નિબંધમાં મહ્ત્વતા ગુજરાતીના પેપરમાં હોય છે. સૌથી વધુ માર્ક નિબંધમાં મળતા હોય છે.ત્યારે વિદ્યાર્થીઓને પૂછેલા નિબંધ મહત્વ વિશે ETV BHARATએ મત મેળવવા કોશિશ કરી હતી. સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ ધોરણ 10 ના પેપરને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા બાદના મંતવ્યો મેળવવાની કોશિશ કરાઈ હતી. ઈટીવી ભારતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને તેમના પેપરને લઈને મત જાણ્યા હતા.
ભાવનગરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ અને નવા કેટલા વધ્યા સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરમાં પણ ધોરણ 10 કલાકે સવારે પેપરની શરૂઆત થઈ હતી. 10:00 કલાકે દરેક કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને આવકાર્યા બાદ પ્રથમ ગુજરાતી પેપર ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ આપ્યું હતું. ભાવનગર જિલ્લામાં કુલ 39,728 ધોરણ 10ના વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કોરોના કાળમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પગલે ચાલુ વર્ષે વિદ્યાર્થીની સંખ્યામાં 163નો વધારો થયો છે.
આ પણ વાંચો Board Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ
પેપર બાદ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા મંતવ્યો : ભાવનગર શહેરમાં અને જિલ્લામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ ગુજરાતી પેપર આપવામાં આવ્યું હતું. ત્યારે ETV BHARAT એ વિદ્યાર્થીઓના પેપર આપ્યા બાદના મંતવ્ય જાણવાની કોશિશ કરી છે. જો કે પ્રથમ ગુજરાતી પેપર હોય ત્યારે ગુજરાતી પેપરમાં નિબંધનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે. ત્યારે ચાલુ વર્ષના પેપરમાં ત્રણ નિબંધો આપવામાં આવ્યા હતા.નિબંધને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના મત રજૂ કરાયા છે.