ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં દાખલ ભાવનગરઃશહેરના નવા બંદર રોડ ઉપર આવેલી સુમિટોમો કંપનીમાં બપોરે બ્લાસ્ટ થયો હતો. તેના કારણે 10 કર્મચારી ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કંપની દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, આ તમામની વચ્ચે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, આ બ્લાસ્ટ ભયંકર હોવાથી એક કબૂતરનું પણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. તો ઈજાગ્રસ્તોમાં અનેક ગંભીર હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃનાસિકના કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2ના મોત, 17 ઘાયલ, બચાવ ચાલુ
ધુમાડાના ગોટેગોટાઃ મળતી માહિતી અનુસાર, શહેરના જૂના બંદર રોડ ઉપર આવેલી જૂની એક્સેલ કંપની એટલે સુમિટોમો પ્રાઈવેટ લિમિટેડમાં બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટ થવાના કારણે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત હતા. આ ઈજાગ્રસ્તોને કેતન પટેલ ડૉકટરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, બ્લાસ્ટ હોવાના કારણે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા.
ઈજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં દાખલઃ આ કંપનીમાં આવેલા મલ્ટી પ્રોડક્શન પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટના કારણે ઈજાગ્રસ્તોને કેતન પટેલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, લોકો દાઝી ગયા હોવાથી કંપનીએ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું ભોગ બનનારના પિતાએ જણાવ્યું હતું. બીજી તરફ આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃદિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયમાં બ્લાસ્ટ અને વડાપ્રધાનને મારી નાખવાની ધમકી આપનાર યુવકની પૂછપરછમાં મોટો ખુલાસો
ભોગ બનનાર લના પિતાએ ઠાલવ્યો રોષઃભાવનગરની સુમિટોમો કંપનીમાં ફરજ બજાવતા નિશાંત રાવળ પણ ઈજાગ્રસ્ત થયા હતા. નિશાંતને કેતન પટેલને ત્યાં લાવવામાં આવ્યા હતા. નિશાંતના પિતા ઘનશ્યામ રાવળે જણાવ્યું હતું કે, રૂવાપરી મંદિરના પૂજારી છે અને તેમનો દિકરો નિશાંત રાવળ સુમિટોમા કંપનીમાં ફરજ બજાવે છે. બ્લાસ્ટ થવાના કારણે તેમને ખ્યાલ આવતા તેઓ કંપનીએ દોડી ગયા હતા. જોકે, કંપનીએ તેમને અંદર જવા દીધા નહતી. જ્યારે ઈજાગ્રસ્તોને ક્યાં લઈ ગયા છે તે પણ જણાવવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, બાદમાં ખબર પડતા કેતન પટેલની હોસ્પિટલ દોડી આવ્યા છીએ.