ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કાળિયારોનો જીવ જોખમમાં મુકાયો

ભાવનગર: ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ભાવનગરના ભાલ પંથકમાં આવેલા કાળિયાર નેશનલ પાર્ક અને પાર્કની બહાર વસતા અનેક કાળિયારના મોતની આશંકા વધી ગઇ છે.કૂતરા દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 15 થી વધુ કાળિયારને વનવિભાગે રેસ્ક્યૂ કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપી હતી.

ભાવનગરના ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કાળિયારોનો જીવ જોખમમાં મુકાયો

By

Published : Aug 11, 2019, 11:52 PM IST

Updated : Aug 12, 2019, 4:32 AM IST

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આશરે 50 KM દૂર કાળિયાર નેશનલ પાર્ક આવેલું છે, આશરે 5 હજાર કરતા વધુ કાળિયાર આ પાર્કમાં અને પાર્કની બહારના વિસ્તારોમાં વિહાર કરે છે. હાલમાં પડી રહેલા ભારે વરસાદના પગલે કાળિયારના જીવ પર ખતરો ઉભો થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ભાલ પંથકમાં થઈને વહેતી વેગડ અને કેરી નદીઓમાં પાણી છોડાતા ભાલના અનેક ગામોમાં પાણી ભરાયા છે.

તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારોમાં મીઠાના અગરો આવેલા હોય તેના દ્વારા બનાવાયેલા પાળા વધુ મુસીબત ઉભી કરી રહ્યા છે. અગરના પાળાના કારણે પાણીનો નિકાલ યોગ્ય રીતે ના થઇ શકવાથી ઉપરવાસમાંથી આવેલા પાણી એ અનેક ગામોને પોતાની ઝપટમાં લીધા છે. વરસાદી પાણીએ પોતાનું રોદ્ર રૂપ ધારણ કરતા પાર્ક અને આજુબાજુના વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે 5 હજાર કરતા વધુ કાળિયારના જીવ પર ખતરો ઉભો થયો છે.

ભાલ પંથકમાં વરસાદી પાણી ભરાતા કાળિયારોનો જીવ જોખમમાં મુકાયો

આસપાસના વિસ્તારમાં પાણીમાં ફસાયેલા કાળિયાર પોતાનો જીવ બચાવવા ગ્રામ્ય વિસ્તાર તરફ વળી રહ્યા છે. જ્યાં બીજી મુસીબત તેની રાહ જોઈને ઉભા હોય તેમ અનેક કાળિયારો પર કૂતરાએ હુમલો કરતા અનેક કાળિયારોને ઈજાઓ પહોંચી હતી. કૂતરા દ્વારા ઇજાગ્રસ્ત થયેલા 15 થી વધુ કાળિયારને વનવિભાગે રેસ્ક્યૂ કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપી હતી. જ્યારે પાણીમાં ફસાયેલા કાળિયાર માટે વનવિભાગે 4 અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી.

Last Updated : Aug 12, 2019, 4:32 AM IST

ABOUT THE AUTHOR

...view details