ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ વોર્ડ સમિતિએ યાર્ડ અને મુખ્યપ્રધાન આવાસમાં 1000થી વધુ માસ્ક વહેચ્યાં

ભાવનગરમાં લોકડાઉનથી ગરીબોને ભોજન અને જરૂરિયાતમંદોને સ્વખર્ચે રાશન કીટનું વિતરણ કરનારા ભાજપના ચિત્રા ફૂલસર વોર્ડ સમિતિ હવે માસ્કનું વિતરણ કરી રહી છે. તેમણે આશરે 1000થી વધુ માસ્કનું વિતરણ કર્યું છે.

ભાજપ વોર્ડ સમિતિએ યાર્ડ અને મુખ્યપ્રધાન આવાસમાં 1000થી વધુ માસ્ક વેહચ્યાં
ભાજપ વોર્ડ સમિતિએ યાર્ડ અને મુખ્યપ્રધાન આવાસમાં 1000થી વધુ માસ્ક વેહચ્યાં

By

Published : Apr 27, 2020, 3:40 PM IST

ભાવનગરઃ ભાવનગરમાં લોકડાઉનથી ગરીબોને ભોજન અને જરૂરિયાતમંદોને સ્વખર્ચે રાશન કીટનું વિતરણ કરનારા ભાજપના ચિત્રા ફૂલસર વોર્ડ સમિતિ હવે માસ્કનું વિતરણ કરી રહી છે. તેમણે આશરે 1000થી વધુ માસ્કનું વિતરણ કર્યું છે.

ભાજપ વોર્ડ સમિતિએ યાર્ડ અને મુખ્યપ્રધાન આવાસમાં 1000થી વધુ માસ્ક વેહચ્યાં
ભાવનગર શહેરમાં બાહ્ય વિસ્તારમાં દુકાનો ખોલવાની છૂટ આપી છે, ત્યારે ભાવનગરમાં લોકોની સુરક્ષા માટે માસ્ક વિતરણ અનેક સ્થળે થઈ રહ્યું છે, ત્યારે ભાવનગર ભાજપ ચિત્રા ફુલસર વોર્ડ સમિતિએ મુખ્યપ્રધાન આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ભાજપ ચિત્રા ફુલસર વોર્ડ સમિતિએ રસોડાનો પ્રારંભ,કીટ વિતરણ સહિત હવે માસ્ક બનાવવાનો પ્રારંભ કર્યો છે. સમિતીએ દેસાઈનગર વિસ્તારમાં ગુરુનગરમાં આવેલા મુખ્યપ્રધાન આવાસ યોજનાના મકાનોમાં રહેતા લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું.

નાના મોટા સૌ કોઈને માસ્ક આપવામાં આવ્યા હતા અને માસ્ક વગર બહાર નીકળવા સામે મનપા દ્વારા 500નો દંડની જોગવાઈ હોવાની સમજણ આપી પોતાની સુરક્ષા માટે લોકોને માસ્ક પહેરવા વિનંતી કરી હતી.

ભાજપ વોર્ડ સમિતિમાં નગરસેવક સહિત કાર્યકરોએ સાથે જ્યાં સૌથી વધુ ભીડ કોરોના મહામારીમાં થાય છે. તેવા માર્કેટિંગ યાર્ડમાં પણ માસ્કનું વિતરણ કર્યું હતું. મજૂરો અને વેપારી, ખેડૂત સહિતના લોકોને માસ્ક આપવામાં આવ્યા હતા.

આશરે 1000થી વધુ માસ્કની વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનના પ્રારંભથી ભાજપની વોર્ડ સમિતિ ગરીબો માટે અને પ્રજા હિતના કાર્યોમાં મેદાનમાં આવી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details