આજે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહીં છે, ત્યારે ભાવનગર ખાતે પણ ભાજપ, કોંગ્રેસ અને સામાજિક સંસ્થાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી.
150મી જન્મજયંતીને વિશિષ્ટ બનાવવા માટે સ્વચ્છ ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં પણ આ અંગે જાગૃતતા આવી છે અને લોકોએ પણ સ્વચ્છતા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાના શપથ લીધા હતા.
ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી ભાવનગર ખાતે પણ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર તેમજ સુતરની આટી પહેરાવી ઉજવણી કરી હતી. સાંસદ ભારતીબેન શિયાળ સહિતના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ક્રેસન્ટ સર્કલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી હતી.
ગાંધી જયંતી નિમિતે ગાંધી સ્મૃતિ ખાતે પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક સાંસદ હાજર રહ્યાં હતા. આ પ્રસંગે હિંદુ અને મુસ્લિમ બિરાદરો દ્વારા વ્યાખ્યાન પણ આપવામાં આવ્યુંં હતું.