- સ્ટેન્ડિંગ ચેરમેન ઓફિસમાં જન્મ દિવસની ઉજવણી
- નગરસેવક રાજેશભાઇ પંડ્યાની જન્મ દિવસની ઉજવણી
- ચેરમેન,મેયર અને અન્ય મહિલા અને પુરુષ નગરસેવક હાજર રહ્યા
ભાવનગરઃ પહેલાજ કહી દઈએ "ખોટું ના લગાડતા હો" ભાવનગર મહાનગરપાલિકા પ્રજાની અરજીઓ અને પ્રજાના કાર્યોને હલ કરવાનું અને શહેરમાં વિકાસના કામના આયોજન માટેનું સ્થળ છે. પણ અહીંયા પ્રજા ચૂંટણીને મોકલતા નગરસેવકો આ મહાનગરપાલિકા પોતાની પ્રક્રિયા કરીને સંચાલન કરતી હોય છે. પણ ખોટું ના લગાડતા ક્યારેક ઉજવણીઓ પણ વ્યક્તિગત થાય ખરી.
- મહાનગરપાલિકામાં ઉજવણી કરાઇ
ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની ઓફીસમાં 4 ડિસેમ્બરના રોજ સાંજે 7 કલાકે નગરસેવકના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હા ખોટું ના લગાડતા આ ઉજવણી સંસ્થાકીય નોહતી. "અહીંયા આપણે એવું કાઈ નહિ" એમ કહીએ તો આ નેતાઓ માટે છે. અહીંયા અનેક નગરસેવક ઉપસ્થિત હતા. મીઠાઈઓ વહેંચાઈ,ગુલદસ્તો અપાયો અને શુભેચ્છાઓ તો અન્ય નગરસેવક મહિલા ફોટા પાડવામાં વ્યસ્ત હતા.
- કોના જન્મદિવસની ઉજવણી કરાઇ..?
ભાજપની સત્તા છે અને ઉજવણી પણ ભાજપના ચૂંટાયેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચેમ્બરમાં કરવામાં આવી કે જ્યાંથી વિકાસના કામોને બહાલી અને પ્રજાના અરજદારોને સાંભળવામાં આવતા હોય છે. જો કે નગરસેવકો છે સાથે રહે કામ કરે સ્વાભાવિક હોઈ સાથીદારની લાગણી હોઈ. ચાલો જણાવી દઈએ ઉજવણી કોની થઈ તો જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચેમ્બરમાં 4 ડિસેમ્બરે વોર્ડ નમ્બર 7 વડવા અ ના નગરસેવકનો જન્મ દિવસ હતો. નગરસેવક રાજેશભાઇ પંડ્યાના જન્મ દિવસ માટે ચેરમેન,મેયર અને અન્ય મહિલા અને પુરુષ નગરસેવક હાજર રહ્યા હતા એક બીજાએ મીઠાઈઓ ખવડાવી અને શુભેચ્છાઓ આપી હતી.
ભાવનગરમાં સ્ટેન્ડિંગ ચેરમેન ઓફિસમાં જન્મ દિવસની ઉજવણી - ઉજવણીમાં કોરોના મહામારીનું ધ્યાન રખાયું કે નહીં
ઉજવણી કરવામાં આવી ત્યારે એક બીજાને મીઠાઈઓ ખવડાવવા આવી અને ગુલદસ્તો આપીને શુભેચ્છા આપવામાં આવી હતી. ત્યારે ચેરમેન મેયર બંને માસ્ક ભુલી ગયા આ સિવાય પણ આશરે 15 જેટલા લોકો પૈકી ચાર પાંચ નગરસેવકના ચેહરા પર માસ્ક નોહતું તો કેટલાક ડિસ્ટન્સનુ પાલન કર્યું તો કેટલાક મહામારી ભૂલી ગયા હોય તેવું લાગતું હતું. ખોટું ના લગાડતા આ તો નેતાઓ કહેવાય ભાઈ એમને તો એવું હોય " આપણે એવું કાંઈ નહિ હો"