- મહુવાના ગુંદરણા ગામે નોંધાયો બર્ડ ફલૂનો કેસ
- ગુંદરણામાં શ્રમિકોના પાલતુ મરઘાંમાં નોંધાયો બર્ડ ફલૂ
- પ્લોટ્રી ફાર્મના માલિકોમાં ચિંતાનો માહોલ
ભાવનગર: મહુવા તાલુકાના ગુંદરણા ગામે શ્રમિકોના પાલતું મરઘામાં બર્ડ ફલૂનો એક કેસ નોંધાયો છે. ગુંદરણાના એક શ્રમિક દ્વારા પશુપાલન વિભાગમાં મરઘામાં રોગ હોવાની જાણકારી અપાઇ હતી. તેને લઇને વેટર્નીટી ટીમ ગુંદરણા પહોંચી હતી. અહીંથી સેમ્પલ લઇનેેે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પક્ષીઓમાંથી લીધેેેેલા સેમ્પલોનેેે ભોપાલ મોકલવામાં આવ્યા
આ કાર્યવાહી દરમિયાન સેમ્પલ લઇને ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમાં ગુંદરણા ગામના મનુ પરમારના પાલતુ મરઘાંમાં સેમ્પલ પોઝિટિવ આવતા વેટરનીટી ટિમએ સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 71 પક્ષીઓને મારી નાખવામાં આવ્યા છે. આજુબાજુના વિસ્તારોમાં આ રોગ ન ફેલાય તે માટે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યું છે કે, AVIN INFLUENZA VIRUS HSN1 FOR RT PCR પક્ષીઓમાં ઝડપથી ફેલાઈ શકે છે. જેથી આવા ગંભીર રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગ રૂપે જાહેર હિતમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે.