ગુજરાત

gujarat

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવતી ભાવનગરની જાનવી મહેતા - ગોલ્ડ મેડલ મેળવતી ભાવનગરની જાનવી મહેતા

ભાવનગરઃ પંજાબના કરનાલમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં 200 સ્પર્ધક વચ્ચે ભાવનગરની જાહનવી મહેતાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને ભારત અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે. યોગમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરનાર જાહનવીએ રાજદીપ એવોર્ડ મેળવેલો છે અને હવે અર્જુન એવોર્ડ માટે મહેનત કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવતી ભાવનગરની જાનવી મહેતા

By

Published : Nov 8, 2019, 8:15 PM IST

ભાવનગર કલાનગરીમાં કલામાં હમેશા લોકો અગ્રેસર રહ્યા છે. હાલમાં પંજાબનાં કરનાલ ખાતે યોજાયેલી આંતરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાવનગરની જાનવી મહેતાએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને અનોખી સીધી હાંસલ કરી છે. જેમાં ૧૪ દેશમાંથી આવેલા 200 સ્પર્ધકો પૈકી જાનવી એ પોતાની સિદ્ધિને અલગ રીતે યોગમાં રજુ કરીને ત્રણ અલગ-અલગ ઇવેન્ટ 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ભારત સાથે ફરી એકવાર ભાવનગરનું નામ રોશન કરનાર જાનવીને લઈને લોકો ગૌરવ મેળવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવતી ભાવનગરની જાનવી મહેતા

ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સાક્ષી છે. વર્ષમાં દરરોજ મહિલા દિવસ ઉજવવામાં આવે તો પણ મહિલા તેના મહાત્મ્ય અને તેની વિશિષ્ટતાને બિરદાવવી ઘટે, ત્યારે ભાવનગરનાં એવા બે મહિલાઓને કે જેઓ એક મહિલા બીજી મહિલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવામાં સતત અને સમાંતર જ મદદરૂપ થઇ રહી છે. નારીએ શક્તિ છે અને શક્તિ આપનું આપણુ ગૌરવ છે, હવે એ કહેવાની જરૂર નથી કે નારી એ પુરુષ સમાવડી થઇ ચુકી છે. નારીએ દરેક ક્ષેત્રમાં પ્રશ્શ્નીય યોગદાન આપી પોતાનું અસ્તિવ પુરવાર કર્યું છે. ભાવેણાનાં ઘરેણા સમાન એવી 21 વર્ષની દીકરી જાનવી મહેતા છેલ્લા 13વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે અને હાલ એમ.એ અભ્યાસ કરી રહી છે અને યોગની વિદ્યાર્થીની હોવાથી તેને 2nd ઇન્ટરનેશનલ યોગ સ્પોર્ટ્સ કપ 2019 પંજાબના કરનાલ ખાતે યોજાયો હતો. જેમાં 14 દેશનાં 200થી વધુ યોગનાં ખેલાડીઓ ભાગ લીધો હતો. આ યોજાયેલી સ્પર્ધામાં ભાવનગરની જાનવી મહેતાએ પણ ભાગ લીધો હતો અને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતાં. જાનવીની સિદ્ધિને પગલે તેના પરિવારમાં ખુશીનો માહોલ છે. તો ભાવનગરનાં યોગ વિદ્યાર્થીઓ પણ ગૌરવ લઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના 34 ગોલ્ડ મેડલ છે. રાષ્ટ્રીય કક્ષાનાં 27 ગોડલ મેડલ મેળવેલા છે. જયારે બ્રોન્ઝ અને ટ્રોફીની અનેક સિધ્ધિઓ તેને મેળવેલી છે. હાલ જાનવી મહેતા કોરિયાનાં સીઓલ ખાતે રમાઈ રહેલા વુમન હેલ્થ બ્યુટી ઓલમ્પિકનાં આયોજનમાં ભારતની બે મહિલાઓ પ્રતિનિધિત્વ કરશે. જેમાં ભાવનગરની જાનવી મહેતા પણ એક છે. જે પ્રતિનિધિત્વ કરશે. ભાવનગર યોગ ક્ષેત્રે અગ્રેસર છે.

ABOUT THE AUTHOR

...view details