ભાવનગર : શહેરમાં રસ્તો નથી પણ ઢોર જરૂર દેખાય છે. હજારોની સંખ્યામાં ઢોર રસ્તા પર અડીંગો જમાવીને રાત દિવા બેઠા હોય છે. મહાનગરપાલિકાની ઢોર પકડવાની પીપુડી વાગતી રહી અને ઢોરની સંખ્યા ઘટવાને બદલે વધી ગઈ હોવાનું દ્રશ્યમાન થાય છે. મહાનગરપાલિકાની બેદરકારીએ ફરી એક વખત નવયુવાન ઉગતા ફુલને મુર્જાવાનો સમય આવ્યો છે. હા એક નવયુવાનનું ઢોરના કારણે મૃત્યુ થયું છે.
શું છે સમગ્ર મામલો : ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં શિવાલય ગલેટના પાર્કિંગમાં રહેતો શુભમ રમેશભાઈ ડાભી 19 વર્ષીય પોતાનું એક્ટિવા લઈને સાંજે 7.30 કલાકે નીકળ્યો હતો. શુભમ ઘોઘારોડ ચકું તલાવડી પાસે પહોંચ્યો, ત્યારે અચાનક તેને રસ્તામાં ગાય આવતા પોતાના સ્કૂટર પર કાબુ ગુમાવતા રસ્તા પર પટકાઈ ગયો હતો. શુભમ રસ્તા પર પટકાતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બનેલા શુભમને તાત્કાલિક 108 મારફત સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તબીબે તપાસતા મૃત જાહેર કર્યો :ભાવનગર સર ટી હોસ્પિટલમાં 108 મારફત લાવ્યા બાદ શુભમને તબીબે તપાસતા મૃત જાહેર કર્યો હતો. શુભમ 19 વર્ષનો હતો અને તેની સંપૂર્ણ જિંદગી બાકી હતી, ત્યારે બનેલો અધીત બનાવ તેના પરિવાર પર આભ તૂટવા સમાન બની ગયો હતો. માતાપિતા ભાંગી પડ્યા હતા. સ્થાનિકોએ ઢોરને પગલે રોષ પણ વ્યક્ત કર્યો હતો. શુભમ સાથે બનેલી ઘટના બીજી મોટા અંતરે સામે આવી છે. જોકે શહેરમાં ઢોર સમસ્યા માથાનો દુખાવા સમાન બની ગઈ છે.
મહાનગરપાલિકાની કાર્યવાહીની સ્થિતિ શુ રહી :ભાવનગર શહેરમાં નારી ચોકડીથી લઈને શહેરના કોઈપણ ખૂણે જાવ તમને ઢોરના દર્શન રસ્તા વચ્ચે જરૂર થાય છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે મૃત્યુની ઘટનાના દિવસે ઢોર પકડયાની પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં પશુ નિયંત્રણ વિભાગે જાહેર કર્યું હતું કે, 74 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. મૃત્યુના દિવસે મહાનગરપાલિકાએ કામગીરી ગણાવી છે, પરંતુ ચોમાસાના કારણે રસ્તા પર ઢોર ચડી આવ્યા છે ત્યારે આજદિન સુધી ઢોર પકડવાની જાહેરાત થઈ નહીં કે રસ્તા પર આખરે કામગીરી કેમ દેખાઈ નહીં. કડકાઈથી ઢોર પકડવા મુહિમ ઉપાડનાર કમિશનર પણ ઢીલા પડી ગયા હોવાની ચર્ચા જાગી છે.
- Rajkot News : ઢોર ડબ્બામાં દરરોજ 6-7 પશુઓના મોત - રણજીત મુંધવા
- Surat News : સુરતમાં ટુ વ્હીલરને રખડતા ઢોરે દંપતિને અડફેટે લીધું, ઘટના સીસીટીવીમાં કેદ
- Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત