ભાવનગર: ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોચ્યો છે. ત્યારે ભર ગરમીમાં મ્યુનિ. દ્રારા પાણીની લાઇન બદલવાનું કામ શરૂ કર્યુ છે. જેથી બે દિવસ પાણી પર કાપ મુકવામાં આવ્યો છે.
27 અને 28મે બે દિવસ માટે પાણી કાપનો મૂકવામાં આવ્યો છે.જેને કારણે શહેરનો પૂર્વ વિસ્તાર કહીએ તો અડધું શહેર પાણી વિહોણું બે દિવસ માટે રેહશે.
જેમાં આ વિસ્તારો અસરગ્રસ્ત રહેશે જેમાં દિલબહાર ઉંચી ટાંકી, વર્ધમાનનગર ઊંચી ટાંકી, બાલયોગીનગર ઉંચી ટાંકી, કાળિયાબીડ,હિલદ્રાઈવ, સિન્ધુનગર, કમિયાનીનગર, સમગ્ર ભરતનગર,ગયાત્રીનગર, હાઉસિંગ બોર્ડની વસાહતો, શહેર ફરતી સડક વિસ્તારો, તળાજા અને ઘોઘા રોડ,અકવાડા, તરસમિયા, રુવા ગામો,સુભાષનગર,એરપોર્ટ અખિલેશ પાર્ક અને આજુબાજુના તમામ વિસ્તારો અસરગ્રસ્ત રહેશે.
બુધેલ પાસે 1000 મીમીની પાઇપલાઇન બદલવાની હોવાથી પાણી કાપ મુકવામાં આવ્યો છે.નેશનલ હાઈવેના ચાલી રહેલા કામને કારણે નવી લાઈન નાખવાનું કામ આદરવામાં આવી રહ્યું છે જેથી બે દિવસ સુધી આ વિસ્તારોને પાણી મળશે નહિ.