- ભાવનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ગત વર્ષથી વધુ
- ઘઉં,ચણા અને ડુંગળીનું જિલ્લામાં સૌથી વધુ વાવેતર
- ડુંગળીનું સૌથી વધુ વાવેતર મહુવામાં તો ચણા અને ઘઉંનું વાવેતર તળાજામાં
ભાવનગર:જિલ્લામાં આ વર્ષે સાડા ચાર લાખ હેકટર જમીન પર ખેતી કરવામાં આવી છે, ત્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે શિયાળુ પાકનું (winter crop Bhavnagar) વાવેતર વધુ થવા પામ્યું છે. ખાસ કરીને ચણા અને ડુંગળીના વાવેતરમાં સૌથી મોટો વધારો ( largest increase cultivation of chickpeas and onions 2021) થયો છે. પાછોતરા વધુ વરસાદના લીધે પિયતનું પાણી મળી રહેતા ખેડૂતો દ્વારા શિયાળુ પાક મેળવવા માટે વધુ વાવેતર કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર
ભાવનગરમાં ગત વર્ષે શિયાળુ પાકનું વાવેતર વધુમાં વધુ ઘઉં, ચણા અને ડુંગળીનું થવા પામ્યું હતું. આ વર્ષે પણ આ ત્રણ પાકમાં જ વાવેતરમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે પાક પ્રમાણે જોઈએ તો ઘઉંનું વાવેતર 20000 હતું જ્યાં આ વર્ષે 22000 છે. ચણામાં પર નજર કરીએ તો ગત વર્ષે 20000 જેટલું ઉત્પાદન થયું હતું. હાલ ચણાનું 32154 વાવેતર થયું છે, તો ડુંગળીમાં ગત વર્ષે 26000 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં આ વર્ષે 32897 વાવેતર થઈ ગયું છે. ડિસેમ્બર અંત સુધીમાં પાકમાં વધારો થવાની શક્યતા છે. 2020માં અંદાજે 90 હજારથી એક લાખ હેકટરમાં વાવેતર થયું હતું ત્યાં 2021માં 1.25 લાખ હેકટરમાં વાવેતર થઈ ગયું છે.