ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Forecast: કમોસમી મેઘમંડાણથી માઠી, પાણી ભરાયા-વાહનો તણાયા - Gujarat Weather

સાયક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. જેમાં સૌથી વધારે અસર સૌરાષ્ટ્રને થઈ છે. કમોસમી વરસાદને કારણે સર્વત્ર ભીનાશ જોવા મળી રહી છે. જાણે ચોમાસું સક્રિય થયું હોય એવી રીતે વરસાદ વરસતા ભાવનગરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેટલાક વાહનો તણાઈ ગયા હતા.

Bhavnagar Unseasonal Rainfall: કમોસમી મેઘમંડાણથી માઠી, પાણી ભરાયા-વાહનો તણાયા
Bhavnagar Unseasonal Rainfall: કમોસમી મેઘમંડાણથી માઠી, પાણી ભરાયા-વાહનો તણાયા

By

Published : Apr 30, 2023, 7:56 AM IST

Updated : Apr 30, 2023, 9:28 AM IST

Gujarat Weather Forecast: કમોસમી મેઘમંડાણથી માઠી, પાણી ભરાયા-વાહનો તણાયા

ભાવનગરઃભાવનગરમાં આવેલા કમોસમી વરસાદે ચોમાસાના વરસાદને સારો કેહવડાવ્યો હતો. કમોસમી વરસાદે બે કલાકમાં ભારે નુકસાની સર્જી હતી. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, પાણીની ટાંકી ઇલેક્ટ્રિક તારમાં લટકાઈ, વૃક્ષો પડ્યા, પતરાઓ ઢળી પડ્યા તો યાર્ડમાં અનાજની બોરીઓ ભીની થઈ જતા પાક બગડી ગયો હતો. ભારે પવન અને ભેજવાળા વાતાવરણ વચ્ચે પડેલા વરસાદે મોટી આફત સર્જી હતી. માત્ર ખેડૂતો જ નહીં શહેરવાસીઓ પણ હેરાન-પરેશાન થયા હતા.

આ પણ વાંચોઃ Gujarat Weather: છત્રીઓને કાઢી લો! હજુ પણ ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે થશે વરસાદ

ગરમી ઘટી મુશ્કેલી વધીઃઉનાળાની આકરી ગરમીની વચ્ચે ભાવનગર શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. ગુજરાતના હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ભાવનગરમાં બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને કારણે ગરમીનો પારો નીચે તો ઉતરી ગયો. પરંતુ ભારે પવનને કારણે કેટલીક ઘટનાઓ એવી બની જેમાં ખોટ ખાવાનો વારો આવ્યો હતો. જ્યારે એક યુવાનનું પણ વીજળી પડતા મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો. ફલાયઓવર માટે રસ્તામાં નાખવામાં આવેલા પતરાવો ઢળી પડ્યા હતા.

ટાંકીઓ ખાબકીઃમકાનના ધાબા ઉપર પાણીની ટાંકી ઈલેક્ટ્રીક વાયરમાં ફસાઈ ગઈ હતી. વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે બોરતળાવમાં આવેલી બાલવાટિકાના હોલના પતરાઓ પણ જર્જરિત બન્યા હતા. બે કલાકના વરસાદી વાતાવરણમાં અનેક નાની મોટી નુકસાનીઓ જોવા મળતી હતી. પાલીતાણા,જેસર ભાવનગર સહિત કેટલાક પંથકમાં ગાજવીજ સાથે આવેલા વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કરી દીધો છે. ઉનાળુ પાક લેતા ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા હોય પાક બગડી જવાના કારણે ખેડૂતો પર માઠી બેઠી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather : કમોસમી વરસાદના કારણે ભુજની APMC માં એરંડા, ગુવાર, ઈસબગુલનો પાક પલળ્યો

મોટો માર પડ્યોઃકમોસમી વરસાદના મારને કારણે નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાજરી,તલ,જુવાર અને ઘાસચારો કરતા ખેડૂતોને કમોસમી વરસાદનો માર પડ્યો હતો. સૌરાષ્ટ્રની વખણાતી કેસર કેરીમાં પણ કમોસમી વરસાદે નુકસાનનીનો ડંડો માર્યો છે. જ્યારે ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં અનાજની હરરાજી માટે ઊભા કરવામાં આવેલા શેડ વચ્ચે પણ વરસાદી પાણી ઘૂસી જવાથી ચણા, ઘઉં, કપાસ વગેરે પલળી ગયા હતા.

વીજળી પડતા મૃત્યુંઃવીજળી પડવના બનાવમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. શહેરના બોરતળાવ ખાતે લટાર મારવા ગયેલા યુવાન પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. આકાશભાઈ જતીનભાઈ મકવાણા નામના 25 વર્ષીય યુવક બોરતળાવ ખાતે ફરવા ગયા હતા. તે સમયે બનાવ બન્યો હતો. આ બનાવ બાદ જેથી તેને તાત્કાલિક સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. સિહોરની મેઇન બજારમાં ભારે કમોસમી વરસાદથી ડુંગરોમાંથી આવતા ધસમસતા પાણીથી ચારેય બાજુ ભીનાશ જોવા મળી હતી.

Last Updated : Apr 30, 2023, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details