ગુજરાત

gujarat

ETV Bharat / state

ખુલ્લા મેદાનમાં આવેલા મંદિરે 70 વર્ષથી તુલસી વિવાહનું આયોજન, જૂઓ આ વર્ષે કેવી તૈયારીઓ જોવા મળી - Rangoli

ભાવનગરમાં તુલસી વિવાહ 70 વર્ષ પહેલાં એક મેદાનમાં આવેલા માતાજીના મંદિરના આંગણે પ્રારંભ થયો હતો. તુલસી વિવાહ ઘરની દીકરીના લગ્ન જેમ જ યોજવામાં આવે છે. ભાવનગર શહેરમાં ડાયમંડ ચોક મિત્ર મંડળ આયોજિત તુલસી વિવાહ માટે રોશની અને રંગોળી સાથે સરસ તૈયારીઓ જોવા મળી છે.

ખુલ્લા મેદાનમાં આવેલા મંદિરે 70 વર્ષથી તુલસી વિવાહનું આયોજન, જૂઓ આ વર્ષે કેવી તૈયારીઓ જોવા મળી
ખુલ્લા મેદાનમાં આવેલા મંદિરે 70 વર્ષથી તુલસી વિવાહનું આયોજન, જૂઓ આ વર્ષે કેવી તૈયારીઓ જોવા મળી

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 7:13 PM IST

રોશની અને રંગોળી સાથે સરસ તૈયારીઓ

ભાવનગર : ભાવનગર સંતભૂમિ પણ કહેવામાં આવે છે. ભાવનગરના આંગણે 70 વર્ષથી થતા તુલસી વિવાહનો પ્રારંભ કરનારા વડીલોનું મિત્ર મંડળનો શુભારંભ આજે પણ યથાવત રહ્યો છે. આર્થિક સ્થિતિમાં વચ્ચે એકાદ બે વર્ષ બંધ રહ્યું હતું અને ફરી માતાજીના સાનિધ્યમાં તુલસી વિવાહનો વિચાર નવી પેઢીમાં આવ્યો અને તુલસી વિવાહનો પ્રારંભ થયો જેને 25 વર્ષ થઈ ગયા છે. આજે ઘરની દીકરીના લગ્ન હોઈવતેમ દરેક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અને રીતરિવાજો મુજબ થાય છે "તુલસી વિવાહ".

70 વર્ષથી થતાં તુલસી વિવાહનો પ્રારંભ ક્યારે ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલ પાસે આવેલા ડાયમંડ ચોકમાં છેલ્લા 70 વર્ષથી તુલસી વિવાહનું આયોજન થાય છે. 2023નું પણ અદભુત આયોજન કરવામાં આવ્યું છે. મિત્ર મંડળના સભ્ય કલ્પેશભાઈ મણીયારે જણાવ્યું હતું કે છેલ્લા 70 વર્ષથી ડાયમંડ મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ કરવામાં આવે છે.

અમારા વડીલો પરસોત્તમભાઈ બારૈયા, રૂડાભાઈ, ભૂપતસિંહ અને ભીખુસિંહ ગોહિલ જેવા વડીલોને એક વિચાર આવ્યો અને તેમને નાના પાયે તુલસી વિવાહની ઉજવણી શરૂ કરી હતી. જો કે વચ્ચે એક સમયગાળો એવો હતો જેમાં આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી બંધ પણ થઈ ગયું હતું. પરંતુ ત્યારે ડાયમંડ મિત્ર મંડળના રાજેશભાઈ અને ભાણાભાઈ બારૈયાને ફરી વિચાર આવ્યો અને નક્કી કર્યું તુલસી વિવાહ ઉજવવો. ત્યારે થોડા ઘણા પૈસા બધાએ કાઢ્યા હતાં અને શરૂ કર્યું હતું. બીજી વખતવ અમને મંડપવાળાઓએ, લાઈટવાળા હોય અને આસપાસના લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો અને પ્રારંભ થયો હતો...કલ્પેશભાઈ મણીયાર ( સંચાલક,ડાયમંડ મિત્ર મંડળ )

25 વર્ષથી સતત આયોજનભાવનગર શહેરમાં બે સ્થળો ઉપર તુલસી વિવાહ થાય છે. જેમાં સૌથી જૂનું ડાયમંડ ચોક વિસ્તારમાં અને બીજું છેલ્લા દસ વર્ષથી કાળીયાબીડમાં પણ તુલસી વિવાહનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ડાયમંડ ચોકમાં થતા તુલસી વિવાહને લઈને કલ્પેશ મણીયારે જણાવ્યું હતું કે 25 વર્ષથી નવા મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહ ચાલે છે જેને પગલે રસ્તા ઉપર 20 બાય 20 ની રંગોળી બનાવવામાં આવે છે. બ્રહ્માકુમારી દ્વારા માતાજીની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવે છે. ક્રેસન્ટથી મહિલા કોલેજ સુધીનો માર્ગ રોશનીથી ઝળહળતો કરવામાં આવે છે.

લગ્ન થાય છે ઘરની દીકરીની જેમડાયમંડ ચોક વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ઘરની દીકરીના લગ્ન હોય તે રીતનું આયોજન કરવામાં આવે છે. લગ્નમાં મંડપ મુહૂર્ત હોય છે. છાબ લઈને પણ આવે છે અને બહેનોની પૂજા વિધિ પણ થાય છે અને રૂડા ગીતો પણ ગાવામાં આવે છે, ત્યારે ભાણાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે તુલસી લગ્ન મારા પિતા કરતા ત્યારથી હું જોડાયેલો છું પેલા ગાડામાં જાન આવતી હતી. રુવાથી, પાનવાડીથી બધેથી જાન આવતી હતી. પહેલા ગાડામાં આવતી હતી હવે બગીમાં આવે છે. રૂડા ગીતો ગવાય છે. અમારી રંગોળી અહીંની અન્ય કોઈપણ સ્થળે ન હોય તેવી હોય છે. લગ્નને લઈને મંડપ બનાવવામાં આવે છે અને રૂડા ગીતો ગાવા માટે ખાસ કલાકારો પણ ઉપસ્થિત રહે છે.જ્યારે લગ્નના અંતે ડાયરાનું પણ આયોજન કરવામાં આવે છે.

  1. દ્વારકાધીશ જગત મંદિરમાં તુલસી વિવાહ મનોરથ યોજાયો
  2. ક્યારે છે તુલસી વિવાહ, જાણો તેનું શુભ મુહૂર્ત, વિધી અને મહત્વ

ABOUT THE AUTHOR

...view details