ભાવનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેને પગલે રોષે ભરાયેલ જનતા દ્વારા આ ટ્રાફિક પોલીસ વિરૂદ્ધ પગલા લેવાની પણ માંગ કરી હતી. તો આ અંગે મળતી માહિતી પ્રમાણે, આ વાયરલ વીડિયો ભાવનગર મધ્યના ગંગાજળિયા તળાવ વિસ્તાર આસપાસનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાવનગરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો થયો વાયરલ - Gujarat
ભાવનગર: શહેરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ થયો છે. જેથી પોલીસ તંત્રમાં ખળભડાટ મચી ગયો છે. ત્યારે રોષે ભરાયેલાં સ્થાનિકો આ ભ્રષ્ટ પોલીસ કર્મચારી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે.
ભાવનગરમાં લાંચ લેતાં ટ્રાફિક પોલીસનો વીડિયો થયો વાયરલ
જો કે, વીડિયો કઈ તારીખનો છે, તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. આ વીડિયોમાં ટ્રાફિક પોલીસ એક ટુ વ્હીલર ચાલક પાસેથી દલીલ કરી નાણાં ઉઘરાવી ચાલકને કોઈ પહોંચ કે રસીદ આપતો ન હોવાનું દેખાઇ રહ્યું છે. વીડિયોથી પોલીસ તંત્રની ભ્રષ્ટનિતિ ખુલ્લી પડતાં પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. ત્યારે સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.