ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ટ્રેડ યુનિયનોએ રેલી યોજી, માનવસાંકળ બનાવી વિરોધ કર્યો - gujarat latest news

ભાવનગર: ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાળને ભાવનગરમાં પણ સમર્થન મળ્યું હતું. સરકારની મજૂર વિરોધી નીતિઓ સામે દરેક ટ્રેડ યુનિયને એકઠા થઈને રેલી અને માનવસાંકળ યોજી હતી. અને સરકારની નીતિઓની ટીકા કરી હતી.

ભાવનગર
ભાવનગર

By

Published : Jan 8, 2020, 3:00 PM IST

ભાવનગર શહેરમાં ટ્રેડ યુનિયનો એક થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે બેન્ક, મજદૂર સંઘ, સીપીઆઇમ, મહિલા જનવાદી સંઘ સહિતના યુનિયનોએ એકઠા થઈને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. અને મજૂરી વિરોધી નીતિઓ જેવી કે ખાનગીકરણ, કોન્ટ્રાકટ, લઘુતમ વેતન, આંગણવાડીની બહેનોને કાયમી કરવા વગેરે જેવી માગ સાથે રેલી યોજીને માનવ સાંકળ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાવનગરમાં ટ્રેડ યુનિયનોએ રેલી યોજી માનવસાંકળ બનાવી વિરોધ પ્રદર્શન કર્યુ

ABOUT THE AUTHOR

...view details