ભાવનગર :શહેરમાં કુમદવાડી વિસ્તાર એક યુવાન અચાનક ધોળા દિવસે ત્રીજા માળેથી પટકાતા મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે, કુમદવાડી વિસ્તાર હીરાના કારખાનાઓથી ભરેલો અને રત્નકલાકારોની ભીડ હોય છે. હજારો લોકોથી ભરેલા વિસ્તારમાં એક અઘટિત બનેલી ઘટનાએ રત્નકલાકારોમાં ચર્ચા જગાવી હતી. ત્રીજા માળેથી નીચે પટકાયેલા યુવાનનું મૃત્યુ બાદ ચારેતરફ અલગ અલગ પ્રકારમાં તર્ક વિતર્કની વાતો થઈ રહી છે.
શું બન્યો બનાવ કુમુદવાડીમાં :ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં કુમુદવાડી વિસ્તાર રત્નકલાકારોથી ભરચક વિસ્તાર વચ્ચે અઘટિત ઘટના ઘટી હતી. કુમુદવાડી વિસ્તારમાં આવેલા કપીલેશ કોમ્પલેક્ષમાં એક યુવાન ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. ત્યારે અકસ્માતે યુવાન નીચે પટકાયો હતો કે આત્મહત્યા કરી લીધી તેનું કારણ અકબંધ રહ્યું હતું. જોકે સામે આવેલા દ્રશ્યોમાં લોહી પણ ત્રીજા માળે જોવા મળતું હતું. યુવાન નીચે પટકાતા આસપાસ રત્નકલાકારોના ટોળા એકત્રિત થયા હતા. બનાવ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા અને મૃતદેહને હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો :70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મૃત્યુ, પરિજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા