ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Temples : ભાવનગરમાં મસ્તરામ બાપાએ પગ મૂક્યો ત્યારથી 33 વર્ષ મૌન ધારણ કર્યું, સંતનો મહિમા જાણો - મસ્તરામ બાપા

ભાવનગર શહેરને સંતની ભૂમિ કહેવામાં આવે છે. કારણ કે શહેરમાં મસ્તરામ અને દક્ષિણમાં બજરંગદાસ બાપા જેવા સંતો બિરાજમાન છે. લોકવાયકા છે કે બજરંગદાસ બાપા કહેતા કે મારો બાપ ચિત્રામાં બેઠો છે અહીંયા શું કામ ધક્કો ખાવ છો. આવા મસ્તરામ બાપાનો મહિમા જાણો.

Bhavnagar Temples : ભાવનગરમાં મસ્તરામ બાપાએ પગ મૂક્યો ત્યારથી 33 વર્ષ મૌન ધારણ કર્યું, સંતનો મહિમા જાણો
Bhavnagar Temples : ભાવનગરમાં મસ્તરામ બાપાએ પગ મૂક્યો ત્યારથી 33 વર્ષ મૌન ધારણ કર્યું, સંતનો મહિમા જાણો

By

Published : Mar 31, 2023, 8:29 PM IST

મસ્તરામ બાપા સૌના હૃદયમાં વસેલા છે

ભાવનગર : ભાવનગર શહેરને સંતની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભાવનગર શહેરમાં પ્રવેશ કરતાની સાથે પ્રથમ મોજે મસ્તરામ બાપાના મંદિરનું સ્થાનક આવે છે. આથી શહેરમાં પ્રવેશનારને મસ્તરામ બાપાના શરણમાં નત મસ્તક નમાવીને શહેરમાં પ્રવેશ કરવો પડે છે. મસ્તરામ બાપા આજે પણ ભાવનગરના લોકો માટે એક ગુરુ અને સંત સમાન છે. ત્યારે મોજે મસ્તરામ બાપાના સ્થાનકે માથું ટેકવનાર કોઈ દુઃખી નહીં થયો હોવાની લોકવાયકા છે.

મસ્તરામ બાપાનું ભાવનગર આગમન : ભારત પાક યુદ્ધ સમયની વાત છે. ભાવનગર શહેરમાં 1971માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે ચિત્રા ગામમાં મસ્તરામ બાપા આવ્યા હતા. 1971માં ઉત્તર દિશામાંથી રેલવેના પાટા ટપીને તેઓ ચિત્રા ગામમાં હનુમાનજીના મંદિરે આશ્રમમાં રોકાયા હતા. જો કે થોડો સમય આશ્રમમાં રહ્યા બાદ શહેરમાં આવેલા જશોનાથ મહાદેવના મંદિરે જઈને તેમને સ્થાન જમાવ્યું હતું. પરંતુ થોડો સમય બાદ તેઓ પુનઃ ચિત્રા ગામમાં હનુમાનજીના મંદિરે આશ્રમમાં આવી ગયા હતા. ત્યારબાદ તેઓ આશ્રમને સામેના કાંઠે હનુમાનજી તરફ મુખ રાખીને એકલીન થઈ ગયા હતા. ત્યારથી મસ્તરામ બાપાને સંત તરીકે ભાવેણાવાસીઓ જોઈ રહ્યા છે અને માની રહ્યા છે.

આ પણ વાંચો Bhavnagar Temples : ભાવનગરના રુવાપરી માતાજીના પરચા અને ઐતિહાસિક સ્થાપના પાછળનું રહસ્ય જાણો

મસ્તરામ બાપા હયાત રહ્યા ત્યાં સુધી મૌન : ભાવનગરના ચિત્રા ગામમાં ગરીબ રહેણાંક વિસ્તારના છેડે અને રોડના કાંઠે હનુમાનજી તરફ મુખ રાખીને બેઠેલા મસ્તરામ બાપુ આજે ભાવેણાવાસીઓ માટે એક સંત અને ગુરુ સમાન છે. જો કે મંદિરના પૂજારી રામકૃષ્ણ ભાઈ જોશીએ જણાવ્યું હતું કે મસ્તરામ બાપુ 1971માં આવ્યા બાદ તેઓ જશોનાથ પછી પુનઃ ચિત્રા પછી ચિત્રા આશ્રમની સામેની તરફ જઈને બિરાજમાન થયા હતા. ઉભું આસન રાખીને બેસતા હતાં. જો કે તેમને 33 વર્ષ સુધી મૌન ધારણ કરેલું હતું. ત્યારે કોઈએ તેમના મુખમાંથી એક શબ્દ પણ સાંભળ્યો નથી. મસ્તરામ બાપાને જે ભોજન મળતું તે આરોગી લેતા હતા.ભોજન ન મળે તો ઉપવાસ સમજીને દિવસને વિતાવતા આવતા હતા. આમ મસ્તરામ બાપા સૌના હૃદયમાં વસેલા છે.

આ પણ વાંચો Bhavnagar Rukhada dada Temple : ભાવનગરનું રુખડા દાદા મંદિર ઉધરસ ગાંઠ સહિતની સમસ્યા દૂર થવાની આસ્થાનું ધામ

મસ્તરામ બાપાનું આજે ભવ્ય મંદિર : ભાવનગર શહેરના ચિત્રા ખાતે મસ્તરામ બાપાનું આજે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં મસ્તરામ બાપાની ઉભા આસનમાં પ્રતિમા છે. આસપાસના ગરીબ લોકો માટે તે એક સંત સમાન છે. મસ્તરામ બાપાની હયાતીમાં તેમને લોકો અલગ અલગ ભોજન કરાવતા હતા. જો કે મંદિરના પૂજારી રામકૃષ્ણભાઈ જોશીએ જણાવ્યું હતું કે મસ્તરામ બાપાના મંદિરે આવનાર કોઈપણ ભક્ત પોતાની સમસ્યા રજૂ કરીને કોઈ માનતા રાખે તો જરૂર પૂર્ણ થાય છે. જેને પગલે આજે તેમના ભક્તો તહેવારોમાં પણ ઉપસ્થિત રહે છે.

ભવ્ય મંદિર

લોકોની આસ્થા: મસ્તરામ બાપાની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે તેમજ ગુરુ પુનમે પણ મોટી ઉજવણી કરીને મેળાનું આયોજન થાય છે. આ સાથે સામેના આશ્રમમાં યાત્રાળુ માટે જમણવાર, સુવા, રહેવા માટેની વ્યવસ્થાનું પણ આયોજન કરાયેલું છે. આમ મસ્તરામ બાપાને લોકવાયકા પ્રમાણે ફક્ત તેમના શરણે માથું ટેકવીને પોતાની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે. જરૂર હોય છે શ્રદ્ધાની.

ABOUT THE AUTHOR

...view details