ભાવનગર: શહેરમાં એચ ટાટની પરીક્ષાને પગલે ઉમેદવારો હવે મેદાનમાં આવી ગયા છે. ભાવનગર શહેરના ઉમદવારોએ આવેદન પત્ર આપીને માગ કરી છે કે, ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે.
એચ ટાટ ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ શરુ કરવા કરી માગ - Tata online form and exam demand
ભાવનગરના શૈક્ષણિક ક્ષેત્રે નોકરી મેળવી આત્મનિર્ભર બનવા માટે સરકાર પાસે ભરતી કરવા માટે ઓનલાઈન ફોર્મ એચ ટાટ ભરવાનું શરૂ કરવા માગ કરી છે. જ્યાં સુધી ફોર્મ ભરવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી ઘરે બેસીને ઉપવાસ આંદોલન અને ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગર : એચ ટાટ ઉમેદવારો ઓનલાઇન ફોર્મ અને પરીક્ષા લેવા આપ્યુ આવેદન પત્ર , ઉપવાસ આંદોલનની આપી ચીમકી
ઉમેદવારોએ આંદોલનનું રણશીંગુ ફુક્યું છે કે, જ્યાં સુધી ફોર્મ ભરવા દેવામાં નહીં આવે ત્યાં સુધી ઉમેદવારો પોતાના ઘરે ઉપવાસ આંદોલન અને ધરણા કરશે. શિક્ષણ ક્ષેત્રે 1826 જેવી અને અન્ય વિદ્યા સહાયકોની પણ જગ્યા ખાલી હોઈ ત્યારે સરકાર દ્વારા ભરતી કરવામાં આવે તેવી માગ કરી છે.