ગુજરાત

gujarat

ETV Bharat / state

Swimming Pool : ઉનાળામાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવાથી શું છે ફાયદા અને ગેરફાયદા જાણો - swimming pool bathing Benefits and disadvantages

ઉનાળામાં ગરમીથી રાહત સાથે આનંદ માણવા લોકો સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે સ્વિમિંગ પુલનું પાણી આરોગ્ય માટે ફાયદાકારક અને ગેરફાયદા બંને માટે જવાબદાર ગણાય છે. સ્વિમિંગ પુલના પાણીથી શું થાય, શું ન થાય જુઓ.

Swimming Pool : ઉનાળામાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવાથી શું છે ફાયદા અને ગેરફાયદા જાણો
Swimming Pool : ઉનાળામાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવાથી શું છે ફાયદા અને ગેરફાયદા જાણો

By

Published : Apr 27, 2023, 10:27 PM IST

સ્વિમિંગ પુલમાં ન્હાવાના શોખીનો જાણી લો, ફાયદા અને ગેરફાયદાઓ

ભાવનગર : ઉનાળાના પ્રારંભમાં સ્વિમિંગ પુલમાં છબછબિયાઓ કરવા વાળાની સંખ્યા વધતી જાય છે. શહેરની વતી પ્રમાણે સ્વિમિંગ પુલની ઘટ વચ્ચે ઠંડીનો આનંદ લેનારાઓની સંખ્યા ઉનાળામાં વધી ગઈ છે. શહેરના બે માત્ર સ્વિમિંગ પુલમાં ઘસારો વધ્યો છે. ત્યારે છબછબિયાં પાણીમાં કરવાના ફાયદા અને ગેરફાયદા શું હોય છે જાણો.

ભાવનગરની વસ્તી સામે માત્ર બે સ્વિમિંગ પુલ :ભાવનગરની વસ્તી 8 લાખ ઉપર પહોંચવા આવી છે. શહેરમાં અન્ય ગામડાઓ પણ ભળી ગયા છે, ત્યારે મહાનગરપાલિકાના હજુ માત્ર બે જ સ્વિમિંગપુલ આવેલા છે. ઉનાળાના પ્રારંભ થતા છબછબિયાં કરનારા લોકોની સંખ્યામાં વધારો થઈ જાય છે. ત્યારે ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ કે કે ગોહિલે જણાવ્યું હતું કે, ઉનાળાના પ્રારંભ થતા 1200 જેટલા ફોર્મ આવ્યા છે. નિલમબાગ અને સરદારનગર એમ બે સ્વિમિંગ પુલમાં નિલમબાગમાં 800થી 900 ફોર્મ ભરાયા છે, જ્યારે સરદારનગર સ્વિમિંગ પુલમાં 350થી 400 ફોર્મ ભરાયા છે. સ્વિમિંગ પુલમાં હાલમાં બાથ વગેરેનું રિપેર કરવામાં આવ્યું છે. તેમજ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો :Ahmedabad Swimming Pools: આંતરરાષ્ટ્રીય કક્ષાના 8 સ્વિમિંગ પુલ, આવી જોરદાર છે સુવિધાઓ

સ્વિમિંગ પુલમાં વાર્ષિક આવક :ભાવનગર મહાનગરપાલિકાના નિલમબાગ ખાતે આવેલા સ્વિમિંગ પુલમાં 2022-23માં જોઈએ તો જે આવક છે, તે ખાસ કરીને ઉનાળામાં વધી જતી હોય છે. ત્યારે 12 માસનો હિસાબ જોઈએ તો એપ્રિલમાં 5,79,400, મેં 3,22,850, જૂન 2,54,950, જુલાઈ 1,88,000, ઓગસ્ટ 1,29,400, સપ્ટેમ્બર 94,000, ઓક્ટોબર 86,700, નવેમ્બર 28,000, ડિસેમ્બર 26,800, જાન્યુઆરી 24,650, ફેબ્રુઆરી 16,050 અને માર્ચ 2023માં 61,250 મળીને કુલ એપ્રિલ 2022થી લઈને માર્ચ 2023 સુધી 18,12,050 જેવી આવક મહાનગરપાલિકાને થયેલી છે.

આ પણ વાંચો :Swimming Pool Cost :ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં છબછબીયા કરવા ચૂકવવા પડશે વધારે રૂપિયા

ફાયદા અને ગેરફાયદા :સ્વિમિંગ પૂલમાં જતા તરવૈયાઓ નિયમિત રીતે જનારાની સંખ્યા ખૂબ ઓછી છે. ખાસ કરીને ઉનાળો આવતા તરવૈયાઓની સંખ્યામાં વધારો થાય છે. ત્યારે સ્વિમિંગ પૂલમાં રહેલું પાણી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. પાણીનું શુદ્ધિકરણ ક્લોરિન જેવી દવા મારફત કરવામાં આવે છે. ત્યારે ક્લોરીનની માત્રા માપસર પ્રમાણમાં હોય તો તે શરીરને નુકસાનકારક ઓછી હોય છે. પરંતુ જો તેના શુદ્ધિકરણ સમયે ક્લોરીનની માત્રા વધી જાય તો ચામડીના રોગો, ખંજવાળ આવે તેમજ વાળ ખરવાની સમસ્યાઓ ઉદભવે છે. જોકે શુદ્ધિકરણ ક્લોરિનથી એટલા માટે કરવામાં આવે છે કે, પાણીમાં રહેલા દરેક પ્રકારના બેક્ટેરિયાઓ મરી જાય એટલે કે આમ જોઈએ તો ક્લોરિનથી શુદ્ધિકરણથી ફાયદાઓ છે અને ગેરફાયદાઓ પણ છે, તેમ ડો. આર.કે. સિન્હાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details