Torture of anti social elements behind suicide in bhavnahgar suicide case ભાવનગર:ભાવનગર જિલ્લામાં એક પછી એક કિસ્સાઓમાં સીધી રજુઆત ગૃહપ્રધાનને થઈ રહી છે. પાલીતાણા બાદ હવે મોટા સુરકાની ઘટનાની (Bhavnagar Suicide case) રજુઆત બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી(Submission to Home Minister regarding suicide) રહ્યું છે. મોટા સુરકા ગામની સગીરાના આત્મહત્યા પાછળ અસામાજિક તત્વો જવાબદાર હોવાના આક્ષેપ સાથે રજુઆત બાદ પોલીસ એક્શનમાં (Bhavnagar police in action in Suicide case)છે.
પોલીસ એક્શનમાં: ભાવનગર જિલ્લાના મોટા સુરકા ગામે દસ દિવસ પહેલા સગીરાની આત્મહત્યાને (Bhavnagar Suicide case) લઈને મામલો રાજ્યના ગૃહપ્રધાન સુધી પહોંચ્યા (Submission to Home Minister regarding suicide) બાદ હવે મોટા સુરકા ગામના લોકો દ્વારા આઈજીને રજૂઆત કરીને સગીરાના મૃત્યુ પાછળ અસામાજિક તત્વોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઇ છે. અસામાજિક તત્વોની બીની રંજાડની પણ રજુઆત બાદ આઈજી મોટા સુરકા પોહચ્યા(Bhavnagar police in action in Suicide case)હતા.
આ પણ વાંચોવર્ષોથી પડતર પડેલા કેસોને ઝડપથી નિકાલની કાર્યવાહી કરો, HCનું નીચલી કોર્ટને અલ્ટિમેટમ
સગીરાની આત્મહત્યાના બનાવ બાદ ગૃહપ્રધાનને રજુઆત:ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલા રાજકોટ રોડ ઉપરના મોટા સુરકા ગામમાં અસામાજિક તત્વોના ત્રાસથી 10 દિવસ પહેલા 10 તારીખના રોજ સગીરાએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે સીધી ગૃહપ્રધાનને રજુઆત થઈ હતી. મોટા સુરકા ગામમાં સગીરાના આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોની રંજાડ હોવાનો આક્ષેપ થયો છે. ગૃહપ્રધાન બાદ સીધી ભાવનગર આઈજી ગૌતમ પરમારને(Bhavnagar IG Gautam Parmar) ગામ લોકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
ઉગ્ર રજુઆત:મોટા સુરકા ગામના ખેડૂતોની ખેતરમાં ખેતીવાડી માટે બનાવેલા કુવામાં રહેલી પાણીની મોટર કૂવામાં પાણીમાં નાખી દેવાના બનાવ બન્યા હોવાની રજુઆત કરી હતી. આ સાથે ગામના ટીનેજર બાળકોને ઉંચા વ્યાજે પૈસા આપીને ફસાવવા જેવા કાર્યો ચાલતા હોવાના આક્ષેપ સાથે અસામાજિક તત્વોને પગલે આઈજી ગૌતમ પરમારને ગામ લોકો દ્વારા રજૂઆત કરાઈ છે. અસામાજિક તત્વોને પગલે સુરત અને ભાવનગરના મોટા સુરકાના આગેવા ઉગ્ર રજુઆતમાં જોડાયા છે.
આ પણ વાંચોસુરતમાં કૉલેજની વિદ્યાર્થિનીની 'ગેમ ઓવર', એટીકેટીના ટેન્શનના કારણે કરી આત્મહત્યા
નિષ્પક્ષ તપાસ કરશે તેવી બાહેધરી:ભાવનગરના મોટા સુરકા ગામમાં સગીર યુવતીની આત્મહત્યા પાછળ પણ ત્રણ જેટલા ગામના શખ્સો હોવાનો આક્ષેપ ગામ લોકોએ કરીને આઇજીને રજૂઆત કરી હતી. જો કે આ મામલે ફરિયાદ થઈ હોય અને હાલમાં આઈજી ગૌતમ પરમારે(Bhavnagar IG Gautam Parmar) એક પીએસઆઇ સાથે પેટ્રોલિંગ કરી નિષ્પક્ષ તપાસ કરશે તેવી બાહેધરી આપી છે. આ સાથે આઈજી ગૌતમ પરમારે મોટા સુરકા ગામમાં જઈને ગામની મુલાકાત લીધી હતી. જવાબદાર તપાસમાં કોઈ નીકળશે તો છોડવામાં નહિ આવે તેવી ખાતરી આપી છે.