ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર SOGએ પિસ્તોલ અને કારતુસ સાથે એકને ત્રાપજ ચોકડીથી ઝડપી પાડ્યો - ભાવનગર

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાવનગર SOGની ટીમ ગેરકાયદે હથિયાર રાખતાં લોકોની શોધમાં હતી. ત્યારે ત્રાપજ ચોકડી પાસેથી મહેબૂબ અલી ઉર્ફે મેબલો બરકત અલી ચારણીયાની ધરપકડ કરી હતી. અલંગ પોલીસ સ્ટેશનમાં SOGના પોલીસ કોન્સ્ટેબલ મંદીપસિંહ ગોહિલે મહેબૂબ અલી વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

ભાવનગર SOGએ પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડ્યો
ભાવનગર SOGએ પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડ્યો

By

Published : Feb 8, 2021, 2:16 PM IST

Updated : Feb 8, 2021, 5:32 PM IST

  • ભાવનગર SOGનો સપાટો
  • આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર
  • SOGની ટીમે કરી એકની અટકાયત

ભાવનગરઃઆગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાવનગર SOGની ટીમ ગેરકાયદે રાખતા હથિયાર રાખતા લોકોની શોધમાં હતી. આ સંદર્ભે મળેલી બાતમીના આધારે ત્રાપજ ચોકડી પાસેથી મહેબૂબ અલી ઉર્ફે મેબલો બરકત અલી ચારણીયાની ધરપકડ કરી હતી. જિલ્લાના તળાજાના ગોપનાથ રોડ પર આવેલા કરીમાબાગ સોસાયટીના ગોલ્ડન પાર્કમાં રહેતા મહેબૂબ અલીને દેશી બનાવટની એક પિસ્તોલ તથા ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી તેના વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

ભાવનગર SOGએ મહેબૂબ અલીની કરી અટકાચત

ભાવનગર SOGની સફળ કામગીરી

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવારા તત્વો હથિયારોની હેરાફેરી કરીને અરાજકતા ફેલાવવા માગતા હોય છે. અન્ય પ્રદેશમાંથી ગેરકાયદે હથિયાર મંગાવીને વેચાણ કરતાં અથવા ગુંડાગીરી કરવા માગતા હોય તેવા આવરાતત્વોને ઝડપી પાડવા ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝુંબેશ શરૂ કરી હતી.

Last Updated : Feb 8, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details