ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર સરીતા શોપિંગ સેન્ટર ફલાય-ઓવર નડતર રૂપ, નોટિસ બાદ તોડવાની કરાઇ શરૂઆત - Bhavnagar Municipal Corporation

ભાવનગર સરીતા શોપિંગ સેન્ટર ફલાય ઓવર નડતર રૂપ હોવાથી મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. શોપિંગ સેન્ટર દુકાનદારો જાતે તોડી રહ્યા છે કારણ પણ સમજવા જેવું છે. પહેલેથી ગેરકાયદેસર હોવાની ચર્ચા વચ્ચે શોપિંગ સેન્ટર નામશેષ થશે તેમ લોકો માનતા હોય તો તેવું નથી. જાણો આખરે શું થવાનું છે.

ભાવનગર સરીતા શોપિંગ સેન્ટર ફલાય ઓવર નડતર રૂપ, નોટિસ બાદ તોડવાની કરાઇ શરૂઆત
ભાવનગર સરીતા શોપિંગ સેન્ટર ફલાય ઓવર નડતર રૂપ, નોટિસ બાદ તોડવાની કરાઇ શરૂઆત

By

Published : Aug 8, 2021, 1:27 PM IST

  • સરિતા શોપિંગ સેન્ટર શુ પુરે પૂરું તૂટી રહ્યું છે જવાબ છે ના
  • સરિતા શોપિંગ સેન્ટરના તોડવા પર ક્યાંક ફરી મહાનગરપાલિકાનો વચલો રસ્તો
  • સરિતા શોપિંગ દુકાનદાર જાતે તોડી રહ્યા છે તેની પાછળ પણ કારણ છે
  • મહાનગરપાલિકાની ભૂતકાળની ભૂલ શુ મહનગરપાલિકાને ભવિષ્યમાં નડતરરૂપ બની

ભાવનગર: શહેરમાં બની રહેલા ફલાયઓવરમાં સરિતા શોપિંગ સેન્ટર અડચણરૂપ હતું. મહાનગરપાલિકાએ દુકાનદારોને નોટિસો આપી અને ખાલી કરવા પણ જણાવ્યું હતું. સરિતા શોપિંગ ખાલી કરીને તોડવાની કામગીરી ખુદ સરિતા શોપિંગ સેન્ટરના દુકાનદારોએ કરી છે. જો કે આખું શોપિંગ સેન્ટર ગેરકાયદેસર હોવાની આજદિન સુધી ચર્ચા રહી છે, ત્યારે નોટિસ અને હવે જાતે દુકાનદાર તોડી રહ્યા છે પણ આ અર્ધ સત્ય છે જાણો કેમ

આ પણ વાંચો:પોરબંદરમાં સ્પ્લિટ ફલાયઓવર બ્રિજ પર લાઇટનું ખાતમુહૂર્ત કરાયું

સરિતા શોપિંગ ક્યારે બન્યું અને શું હતું ત્યારે અને હવે શું

ભાવનગરના સરિતા શોપિંગ સેન્ટર વર્ષો પહેલા બનાવવામાં આવ્યું છે આશરે 1983ની આસપાસ બનાવેલું છે, ત્યારે ત્યાં નાળુ વહેતુ હતું. નાળુ બુરાઈ ગયા બાદ ત્યાં ભવિષ્યની ચિંતા વગર શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. આજે વર્ષો વીતવા છતાં કોઈ બિલ્ડીંગને હટાવવામાં સફળ રહ્યું નથી. ફલાય ઓવર બની રહ્યો છે, ત્યારે શોપિંગ સેન્ટર તૂટતા લોકોને એવુંજ છે કે સરિતા શોપિંગ નામશેષ થશે પણ એવું નથી.

ભાવનગર સરીતા શોપિંગ સેન્ટર ફલાય ઓવર નડતર રૂપ, નોટિસ બાદ તોડવાની કરાઇ શરૂઆત

આ પણ વાંચો:પોરબંદરના નરસન ટેકરી ફલાયઓવર પર કારમાં આગ, 8 લોકોનો આબાદ બચાવ

સરિતા શોપિંગ સેન્ટર દુકાનદાર જાતે તોડી રહ્યા છે પણ કેટલું અને કેમ

સરિતા શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનો તોડવા માટે મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી હતી જો કે, મહાનગરપાલિકાએ તો ખરેખર બિલ્ડીંગ નામશેષ કરવું જોઈએ પણ ના તેવું નથી. મેયર કીર્તિબેન દાણીધરીયા સાથે વાતચિત કરતા તેમને જણાવ્યું હતું કે, શોપિંગ સેન્ટર તોડી નાખીએ તો એમને જગ્યા ક્યાં આપવી ત્યારે જરૂરિયાત મુજબ નડતર અડધું શોપિંગ સેન્ટર જ છે માટે jcbથી પાડે તો સંપૂર્ણ બિલ્ડીંગને નુકશાન થાય માટે દુકાનદારો જાતે અડધું શોપિંગ આગળના ભાગેથી તોડી પાડશે. જેથી શોપિંગ તોડવાનો પ્રારંભ થઇ ગયો છે જો કે, લોકો એમ જ સમજી રહ્યા છે. ચેબકે સરિતા શોપિંગ સેન્ટર નામશેષ થઈ જશે પણ ના શોપિંગ અડધું થઈ જશે આગળથી અંદર સુધીની 20 ફૂટની દુકાન 10 ફૂટની થઈ જશે. ફરીથી અહીંયા કયાંક રાજકારણ કે, પછી મહાનગરપાલિકા દુકાનદારોને નવું સ્થળ આપવાનો ખર્ચો નથી કરવા માંગતી ? સમજાય તેવી બાબત છે.

ABOUT THE AUTHOR

...view details