ગુજરાત

gujarat

ETV Bharat / state

Manilkara Hexandra Fruit : ઉત્પાદન અને માંગ ઓછી હોવા છતાં ઉનાળામાં આરોગ્ય માટે આ ફળનો દબદબો - Manilkara hexandra tree

ઉનાળાની શરૂઆત થતા અનેક ફળોના નામ તમે સાંભળ્યા હશે પરતું એક રાયણ નામનું ફળ જેનું નામ તો તમે સાંભળ્યું હશે. પરંતુ તેના ગુણધર્મને કદાચ તમને ખ્યાલ નહિ હોય. જોકે, જે લોકો રાયણને જોઈ જાય તે લોકો રાયણનો સ્વાદ માણવાનું ચૂકતા હોય છે, ત્યારે રાયણમાં કેટલા પૌષ્ટિક અને આરોગ્ય માટે કેટલા ફાયદાઓ છે જણાવશું.

Manilkara Hexandra Fruit : ઉત્પાદન અને માંગ ઓછી હોવા છતાં ઉનાળામાં આરોગ્ય માટે આ ફળનો દબદબો
Manilkara Hexandra Fruit : ઉત્પાદન અને માંગ ઓછી હોવા છતાં ઉનાળામાં આરોગ્ય માટે આ ફળનો દબદબો

By

Published : Apr 13, 2023, 4:23 PM IST

ઉનાળાની શરૂઆત થતા રાયણ નામનું ફળ બજારમાં

ભાવનગર : ઉનાળાની શરૂઆત થતા કેરી, દ્રાક્ષ અને સંતરા જેવા ફળો બજારમાં આવતા હોય છે. જેનાથી તમે વાકેફ હશો. પરંતુ એક રાયણ નામનું ફળ જેનું નામ તો તમે સાંભળ્યું હશે. પરંતુ તેના ગુણધર્મને કદાચ તમને ખ્યાલ નહિ હોય. જોકે આ ફળ પણ ઉનાળામાં આવે છે, તે બજારમાં ઝુઝ જોવા મળે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં રાયણ ઉનાળાના પ્રારંભે છૂટક લારી ધારકો પાસે જાહેરમાં જરૂર જોવા મળે છે. પરંતુ રાયણની માંગ ઓછી હોવાથી બજારમાં ઝુઝ બે ચાર વેચાણ કરતાઓ વ્યાપારી વર્ગ હોય છે. રાયણના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ ખૂબ છે અને તેમાં પ્રોટીન સહિતના તત્વો હોય છે.

ઉનાળામાં રાયણનું આગમન :ઉનાળાના પ્રારંભમાં કેરી બજારમાં આવી જતી હોય છે. સાથે દ્રાક્ષ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સંતરાની પણ બજાર વધી જતી હોય છે. ઉનાળામાં કેરી, દ્રાક્ષ, સંતરા આરોગવાનું પહેલેથી ચાલ્યું આવે છે. પરંતુ ઉનાળામાં એક ફળ ઉત્તર ગુજરાતનું આવે છે. જોકે તમે એના નામથી વાકેફ હશો, પરંતુ તેના ગુણધર્મથી નહીં. આ ફળનું નામ છે રાયણ કે જે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. ઉનાળામાં રાયણ બજારમાં જોવા મળે છે. આ પીળા કલરની રાયણ ઉનાળામાં ટૂંક સમય માટે જોવા મળે છે. કારણ કે, તેનું ઉત્પાદન અને માંગ ઓછી હોય છે. જોકે તેના ઘણા ફાયદાઓ રહેલા છે.

આ પણ વાંચો :Kesar Mango in Junagadh : કેસર કેરીનો પ્રતિ કિલો ભાવ દાંત ખાટા કરે એવો, જૂનાગઢની બજારમાં શું ભાવ છે જૂઓ

મોંઘી પણ ગુણકારી :ઉત્તર ગુજરાતમાં થતી રાયણ અનેક જિલ્લાઓમાં વહેંચાણ માટે જતી હોય છે, ત્યારે ભાવનગરમાં પણ કેટલાક લારી ધારકો રાયણ વહેચતા નજરે પડતા હોય છે. જોકે, તેની કિંમત 50 રૂપિયાની 50 ગ્રામ આસપાસ હોય છે એટલે કે ખૂબ જ મોંઘી જરૂર કહી શકાય. પરંતુ આ રાયણ પીળી અને પૌષ્ટિક વર્ધક તેમજ આરોગ્ય વર્ધક હોવાને કારણે તેને પસંદ કરનારા લોકો તેનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. ત્યારે ડોક્ટર માધવી પટેલે જણાવ્યું હતું કે, રાયણના ઝાડ ઉત્તર ગુજરાતમાં થાય છે અને તેનું મોટું વૃક્ષ હોય છે. આ ફળ ઉનાળામાં આવે છે અને પીળા કલરના હોય છે. તે આરોગવામાં મધુર અને પૌષ્ટિક પણ હોય છે. રાયણમાં એ, બી, સી વિટામિન અને 70 ટકા શર્કરા હોય છે.

આ પણ વાંચો :Bhavnagar News : ત્રણ વખત આંબે મોર બેઠા પરતું ત્રણેય વાર વરસાદ વિલન બન્યો

રાયણમાં વિટામિનો અને કેવી ઉપયોગી બને :ઉનાળામાં આવતી રાયણ આરોગ્ય વર્ધક અને પૌષ્ટિક વર્ધક એટલા માટે છે કે તેમાં A, B અને C જેવા વિટામિન અને 70 ટકા શર્કરા સાથે અન્ય તત્વો પણ હોય છે. ત્યારે ડોક્ટર માધવી પટેલે જણાવ્યું હતું કે, રાયણમાં કાર્બોહાઇડ્રેડ, ચરબી, કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ હોય છે. જેથી તે ગુણકારી બને છે. સ્નિગ્ધ, ધાતુ પુષ્ટિકારક હોવાથી રક્તવીરા વિકાર જેવી તકલીફમાં ઉપયોગમાં લેવાય છે. આ સાથે રાયણના વૃક્ષની છાલથી ગુમડા મટી જાય છે. જો રાયણના વૃક્ષના પાનને પેસ્ટ બનાવીને ગાલ ઉપર કોઈ ડાઘ હોય તો તેને બે અઠવાડિયા સુધી લગાવવામાં આવે તો તે દૂર થાય છે. તેનું વૃક્ષ અને ફળ રાયણ ખૂબ જ આયુર્વેદિક દ્રષ્ટિએ ફાયદાકારક છે.

ABOUT THE AUTHOR

...view details