ભાવનગરરાજ્યમાં અનેક એવા નેતાઓ છે, જેઓ તેમના અસલી નામથી નહીં પરંતુ હુલામણા અને ઉપનામથી ઓળખાતા હોય. આવા જ એક નેતા છે ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોળી સમાજમાંથી આવતા ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી (Bhavnagar Rural BJP Candidate Parshottam Solanki). જી હાં ભાવનગરમાં તેમને "ભાઈ"નું ઉપનામ મળ્યું છે. ગ્રામ્ય બેઠકના કોળી સમાજના નેતા પરસોત્તમભાઈ સોલંકીને. આજે પણ શહેર જિલ્લા અને ગુજરાતમાં મોટાભાગે ઉપનામ "ભાઈ" તરીકે ઓળખવામાં આવે છે. પરસોત્તમભાઈની ભાવનગરમાં એન્ટ્રી અને 2022માં ભાઈનો મત જાણો.
પરસોત્તમભાઈની એન્ટ્રી અને મળ્યું "ભાઈ"નું ઉપનામભાવનગરમાં મૂળ ઘોઘાના રહેવાસી પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી એટલે "ભાઈ" વર્ષ 1995માં પરત ફર્યા. ભાવનગર જિલ્લાના અને ગુજરાતના કોળી સમાજને એક નેતા મળ્યો હતો. વર્ષ 1995માં તેઓ ઘોઘા બેઠક પર ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડ્યા અને જીત્યા હતા. આમ, રાજકીય સફર શરૂ (Parshottam Solanki Political Career) થઈ અને તેમને સમાજે "ભાઈ"નું ઉપનામ આપ્યું હતું.
સમાજમાં "ભાઈ"નું ઉપનામ અને પહેલા ક્યાંપરસોત્તમ સોલંકી રાજકારણમાં (Parshottam Solanki Political Career) પ્રવેશ કરતા પહેલાં તેઓ મુંબઈમાં રહેતા હતા. 2 ભાઈઓ સાથેના કુટુંબમાં રહેતા પરસોત્તમ સોલંકી ઘોઘા મૂળ વતન ફર્યા અને કોળી સમાજમાં (Koli Community in Gujarat) નાના મોટા કામોમાં આર્થિક, સામાજિક જેવો ફાળો આપ્યો હતો. સમાજમાં તેમને આવકાર મળ્યો અને તેઓ 1995થી સતત ધારાસભા લડીને જીત મેળવતા આવ્યા છે.
પરસોત્તમભાઈનો પરિવાર અને કોઈ પણ ધારાસભ્યને મળવું પડેપરસોત્તમ સોલંકી અને તેમના નાના ભાઈ હીરા સોલંકી બંને રાજકારણમાં છે. તેમને 2 દીકરાઓ હિરેન અને દિવ્યેશ છે. સાથે જ એક દીકરી અને તેમના પત્ની છે. વર્ષ 2012માં 34 બેઠક પર તેમનો પ્રભાવ અને કોળી સમાજના (Koli Community in Gujarat) વધુ મતદાર હોવાથી કોઈ પણ ધારાસભ્યને પરસોત્તમભાઈને કહેવું પડે છે "મારા ભાઈ". 2022ની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પગલે પણ ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી (Bhavnagar West BJP Candidate Jitu Vaghani) સહિતના નેતાઓ આશીર્વાદ લઈ આવ્યા છે અને શુભેચ્છા મુલાકાત લીધી છે.
અનેક ખુલાસા કર્યાભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી સાથે ETV Bharatના સંવાદદાતાએ વિશેષ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે અનેક ખુલાસા કર્યા હતા. તો આવો જાણીએ શું કહ્યું તેમણે.
પ્રશ્નતમે છઠ્ઠી વખત ચૂંટણી લડવા જઈ રહ્યા છો ત્યારે ચૂંટણી આવે ત્યારે તમારા ઉપર મદાર હોય છે શું કહેવું છે?
જવાબમારે કાંઈ નથી કહેવું તમે બધા જાણો છો પ્રજાને વિશ્વાસ લાગે છે તેમ કરતી હોય છે.
પ્રશ્ન- દર વખતે ૩૪ બેઠકની જવાબદારી તમને સોંપવામાં આવે છે આ વર્ષે શું લાગે છે ?