ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ

વ્યાજના વિષચક્રમાં ફસાઈને જે લોકો ખોટી રીતે થતી ઉઘરાણીનો ભોગ બને છે તેમજ પરિવારને તોડે છે એની સામે ભાવનગર પોલીસે મોટું એક્શન લીધું છે. ભાવનગરના રેન્જ આઈજીએ (Bhavnagar Range IG police)લોકદરબાર યોજીને સીધો જ લોકો સાથે સંવાદ કરતા આવા કેસનો ઝડપથી નીકાલ કરાશે એવી ખાતરી આપી હતી.

Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ
Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ

By

Published : Jan 14, 2023, 9:11 AM IST

Bhavnagar: વ્યાજના વિષચક્રમાં થતી ખોટી ઉઘરાણી સામે પોલીસ એક્શનમોડ પર, લોકસંવાદ શરૂ

ભાવનગરઃગુજરાત સરકારે વ્યજખોરને પગલે લોકો આત્મહત્યા કરતા હોય અને માનસિક તાણ અનુભવતા હોવાથી રાજ્યમાં પોલીસને કડક કાર્યવાહી કરવા અને વ્યજખોરને શોધવા આદેશ કર્યા છે.પરંતુ હવે જ્યારે લોકો સાથે સીધો સવાંદ થતા કેટલાક લોકો ડર્યા વગર સામે આવીને આક્ષેપ કરતા રાજકીય પક્ષ અને પોલીસ તંત્રના કર્મીઓ સામે આંગળી ચીંધાઈ છે. ગુજરાત રાજ્ય સરકાર સાથે થયના વ્યાજખોરો સામે કડકાઈ ભર્યા પગલાં ભર્યા પછી ભાવનગર આઇજીનો લોકસવાંદ યોજાયો હતો.

આ પણ વાંચોઃ અલંગમાં જહાજ પરથી પટકાતા ઉત્તરપ્રદેશના મજૂરનું મોત

આઠ મોટી અરજીઃ આઠ જેટલી અરજી આવી. હવે અરજી કરનારાઓએ આંગળી વ્યાજખોરો સામે કડક વલણ ભરનાર સરકારના રાજકીય પક્ષ અને વ્યજખોરને પકડતી પોલીસ સામે ચીંધી દીધી છે. અરજીમાં રાજકારણીઓ અને પોલીસ કર્મચારીઓ જ વ્યાજખોરનો ધંધો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ભાવનગર શહેરની ડીએસપી કચેરીમાં આવેલી જવાનોની તાલીમ કેન્દ્ર ખાતે આઈજી ગૌતમ પરમાર અને ડીએસપી રવિન્દ્ર પટેલની હાજરીમાં લોકસવાંદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શું કહ્યું અધિકારીએઃલોકસવાંદમાં 8 જેટલી અરજીઓ આવી હતી. જ્યારે આઈજી ગૌતમ પરમાર જણાવ્યું હતું કે આઠ જેટલી અરજી આવી છે. તેને લઈને આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે. ટૂંક સમયમાં આગામી દિવસમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લોકસવાંદનું આયોજન કરાશે. ઘણા લોકો સમાજથી અને વ્યાજખોરોથી ડરતા હોય તેના ઘરે જઈને અમે સાંભળશુ સાથે આગામી દિવસોમાં મોહલ્લા મીટીંગ કરશું.

આ પણ વાંચોઃ ભાવનગરમાં અંધ ઉદ્યોગશાળાની શરમજનક ઘટના, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સાથી મિત્રને માર્યો ઢોર માર

સરળ સંપર્કઃ જો કે ઈમેલ અને વોટ્સએપ નંબર પર લોકો અમારો સંપર્ક કરી શકે છે. કાયદાકીય રીતે જે પગલાં ભરવાના થતા હશે તે દરેક કાર્યવાહી કરવામાં આવશે. ત્રણ જિલ્લામાં બનાવેલી કમિટીને આધારે આગામી જિલ્લામાં પણ કામગીરી શરૂ કરાવાની વિચારણા ચાલી રહી છે. ડીએસપી કચેરી ખાતે યોજાયેલા લોકસભામાં આવેલી આઠ અરજીમાં એક ઇકબાલભાઈ ઝવેરી અને તેના પત્ની દુરૈયાબેન નામના દંપતી હતા. જેમાં ઇકબલભાઈએ પોતાની આપવીતિ રજૂ કરતા જણાવ્યું હતું કે ઘણા વર્ષો પહેલાં સેકન્ડ ફર્નિચરનું વહેચવાનું કામ તેઓ રવિવારીમાં કરતા હતા.

પોલીસે સામે કેસ કર્યોઃ 30 હજાર જેવી રકમ તેમને વરતેજ પોલીસ સ્ટેશનમાં તે સમયે નોકરી કરતા સત્યેન્દ્રસિંહ જશવંતસિંહ રાઠોડ ઉર્ફે સોનુભાઈ પાસેથી લીધી હતી. ત્યારબાદ બાકીના પૈસા પુરા કરેલા અને 20 હજાર ફરી વ્યાજે લીધા હતા. અમે 20 હજાર નહીં આપી શકતા સત્યેન્દ્રસિંહ વારંવાર ઘરે આવીને માનસિક રીતે પરેશાન કરતા હતા. વ્યાજ અને મૂળ બન્ને રકમ ટૂંકા દિવસોમાં આપી દેવા ધમકી આપતા. જો કે તે અમે નહીં આપી શકતા સત્યેન્દ્રસિંહ પાસે રહેલા અમારા દુકાનના દસ્તાવેજો તેમજ કોરા ચેક હતા. જેમાં ચેક ઉપર સહી કરીને બેન્કમાં નાખીને બાઉન્સ ઇરાદાપૂર્વક કરાવીને કોર્ટમાં કેસ કર્યો હતો. આમ ખૂબ હેરાનગતિ અમને કરી છે.

આ પણ વાંચોઃ બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર સામે પગલાં લેવા પાલીતાણામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા

ઘરે આવી ધમકાવતાઃલોકસવાંદમાં વ્યાજખોરનો ભોગ બનેલા ઇકબાલભાઈના પત્નીએ પણ પોતાની પીડા વ્યક્ત કરી હતી. દુરૈયાબેન ઇકબલભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે 17 થી 18 વર્ષ પહેલા તેમને સત્યેન્દ્રભાઈ પાસેથી પૈસા લીધા હતા. પચાસ હજાર રૂપિયા 10% લેખે લીધા બાદ અમે તેમને ઘણા સમય પછી 40,000 ચૂકવી દીધા હતા. પરંતુ બાદમાં 10,000 માટે વારંવાર અમારા ઘરે આવતા અને ધમકાવતા હતા.

જેલમાં નાંખ્યાઃ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા સત્યેન્દ્રભાઈને અમે 40 હજાર ચૂકવી દીધા બાદ 10 હજાર બાકી રહેતા તેઓએ કોર્ટ કેસ કરેલો. અમારી પાસેથી લીધેલા કોરા ચેકમાં સહી કરીને બેંકમાં નાખી ઇરાદાપૂર્વક ચેક બાઉન્સ કરીને કોર્ટ કાર્યવાહી કરી હતી. મારા પતિને છ દિવસ માટે જેલમાં રાખ્યા બાદમાં મેં ઘણી મહેનત પછી મારા પતિને છોડાવ્યા હતા. આજે અમે એના ઉપરના 10 હજાર હજૂ આપ્યા નથી. અમને ખૂબ હેરાન કરવામાં આવ્યા છે. ભાવનગર ડીએસપી કચેરીમાં યોજાયેલા લોકસંવાદમાં માત્ર પોલીસ કર્મચારી નહીં પરંતુ રાજકારણીઓના સગાના નામ પણ ખુલી રહ્યા છે. હાલમાં સત્તામાં બેઠેલી ભાજપ સરકારના જ પક્ષ ભાજપના કેટલાક કાર્યકરાના સગા વ્યાજખોરીનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details