ભાવનગરની રાખડી બજારમાં ધૂમ ખરીદી ભાવનગરઃ શહેરમાં મુખ્ય બજાર ઉપરાંત અનેક વિસ્તારોમાં રાખડીઓની થઈ રહી છે ધૂમ ખરીદી. મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામાં બજારોમાં રાખડી ખરીદી રહી છે. બજારમાં ફેરિયાઓ,પાથરણાવાળાઓ,લારીઓ અને દુકાનો અવનવી ડિઝાઈનવાળી રાખડીઓથી ઉભરાઈ રહી છે. આ વર્ષે રાખડીઓના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો નોંધાયો છે.
અવનવી ડીઝાઈન અને ટ્રેન્ડી રાખડીઓની ડિમાન્ડ રાખડીઓ વેચતા વેપારીઓ વધ્યાઃ ભાવનગર શહેરની પીરછલ્લા, વોરા બજાર જેવા વિસ્તારોમાં રાખડીઓ એક ફૂટના અંતરે વહેચાતી જોવા મળી રહી છે. મહિલાઓ અને યુવતીઓ ખરા તડકામાં પણ પોતાના ભાઈઓ માટે વિશિષ્ટ રાખડીની શોધમાં એક પછી એક દુકાનની મુલાકાત લઈ રહી છે. જો કે બજારમાં રાખડીઓનો મોટો જથ્થો ઉપલબ્ધ હોવાથી બહેનોને મનપસંદ રાખડીઓ મળી જાય છે.
રાખડીઓના ભાવઃ પાથારણાવાળા લોકો 10થી 30 રૂપિયા સુધીની રાખડીઓનું વેચાણ કરે છે. જ્યારે દુકાનોમાં 10થી 100, 250, 300, 500 રૂપિયા સુધીની રાખડીઓ વહેંચાઈ રહી છે. વેપારીઓના મતે રાખડીઓની માંગ આ વર્ષે જોઈએ તેટલા પ્રમાણમાં નથી. ઘણા ગ્રાહકો સોના ચાંદીની રાખડી તરફ પણ વળ્યા છે. ઓનલાઈન શોપિંગથી રાખડીઓ મંગાવતા ગ્રાહકો પણ મોટી સંખ્યામાં છે. તેથી રાખડીઓના બજારમાં વેચાણ ઘટયું છે. તેમ છતાંય દુકાનમાંથી રાખડીઓ લેનાર બહેનોની સંખ્યા ઓછી નથી. દુકાન, પાથરણા, લારીઓ, ઓટલાઓ પર, ફેરિયાઓ દ્વારા વેચાતી રાખડીઓ માટે બહેનો પડાપડી કરી રહી છે.
સ્ટાઈલિશ અને ટ્રેન્ડી રાખડીઓની ડિમાન્ડઃભાવનગરની બજારમાં અત્યારે અલગ અલગ પ્રકારની રાખડીઓ દુકાનોમાં વહેંચાઈ રહી છે. જેમાં મોતી, રુદ્રાક્ષ, સિમ્બોલિક, બ્રેસલેટ, રમકડા, કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડીઓની ભારે ડિમાન્ડ છે. આમ ભાવનગર શહેરમાં રક્ષાબંધનના એક દિવસ પૂર્વે રાખડીઓનું બજાર ગરમ છે.
- Gadar 2 Raksha Bandhan: 'ગદર 2'ના નિર્માતાઓએ રક્ષાબંધન પર કરી મોટી ઓફર, જાણો છેલ્લી તારીખ
- Raksha Bandhan 2023: ભાઈ બહેનના સંબંધો પર બનેલી બોલિવુડની આ ફિલ્મ નિહાળો