ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Rain : ભાલના 10 ગામડાંઓ ત્રણ દિવસથી પૂરના પાણી વચ્ચે, કલેક્ટરને રજૂઆતમાં મીઠાના અગરો સામે આંગળી ચીંધાઇ - મીઠાના અગરો

ભાવનગર જિલ્લાના ભાલના 10 ગામડાંઓ ત્રણ દિવસથી પૂરના પાણી વચ્ચે છે. ગામ લોકો રજૂઆત કરવા માટે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. ગામ બહાર જવા માટે પાણીમાં થઈને જવું પડે છે તો શાળાઓએ જતા બાળકો પણ પાણીમાં જઇ રહ્યા છે. સમસ્યા હલ ન થતા ફરી આવેલા ભારે વરસાદના પાણીમાં હવે અનેક ગામડાઓ ફસાયા છે.

Bhavnagar Rain : ભાલના 10 ગામડાંઓ ત્રણ દિવસથી પૂરના પાણી વચ્ચે, કલેક્ટરને રજૂઆતમાં મીઠાના અગરો સામે આંગળી ચીંધાઇ
Bhavnagar Rain : ભાલના 10 ગામડાંઓ ત્રણ દિવસથી પૂરના પાણી વચ્ચે, કલેક્ટરને રજૂઆતમાં મીઠાના અગરો સામે આંગળી ચીંધાઇ

By

Published : Jul 25, 2023, 9:26 PM IST

ભારે વરસાદના પાણીમાં હવે અનેક ગામડાઓ ફસાયા

ભાવનગર : ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગામડાઓ વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાને લઈને ઝઝૂમી રહ્યા છે. હાલ પંથકના ગામડાઓમાં નીકળતી કાળુભાર, ઘેલો અને રંઘોળી જેવી નદીને કારણે ભારે વરસાદને પગલે નવા નીર બે કાંઠે આવતા હોય છે. તાજેતરમા પાણી ભરાવાની સમસ્યા હાલમાં સર્જાઇ રહી છે. જો કે તેની પાછળના કારણોમાં ગામ લોકો દ્વારા મીઠાના અગરના કરેલા પાળાને કારણભૂત દર્શાવ્યા છે.ઈટીવી ભારતે પ્રથમ વખત પાણી ભરાયાં ત્યારે તંત્રને માહિતગાર કર્યું હતું. ત્યારે હવે હાલમાં એક બે નહીં 10 ગામોની હાલત કફોડી બની છે. આ સમસ્યા માટે મીઠાના અગરો તરફ ગ્રામજનોએ આંગળી ચીંધી છે.

જનજીવન પ્રભાવિત

ભાલના ગામડાઓમાં પાણી વચ્ચે જનજીવન પ્રભાવિત : ભાવનગર જિલ્લાના ભાલના ગામડાઓ ભાણગઢ, પાળીયાદ, દેવળીયા, સનેસ, ખેતાખાટલી, નર્મદ, સવાઇનગર, માઢીયા જેવા ગામડાઓની પરિસ્થિતિ હાલના સમયમાં વિકટ છે. કાળુભાર, ઘેલો, રંધોળા જેવી નદીમાં આવેલા નદીના પાણીનો નિકાલ નહીં થવાને કારણે આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયા હતા. બાળકો શાળાએ પાણીમાં થઈને જઈ રહ્યા છે. તો ગામ લોકોને પણ ગામની બહાર જવા માટે ફરજિયાત પાણીમાં ચાલીને જવું પડી રહ્યું છે.

અમારા ભાલના 10 ગામડાની પરિસ્થિતિ છેલ્લા ચાર પાંચ દિવસથી ખૂબ ખરાબ છે. ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે. ખેતીનો પાક સંપૂર્ણ ફેલ ગયો છે. ઉદ્યોગોને લઈને આગળ પાળા બનાવી લેવામાં આવ્યા છે. જેને કારણે છેલ્લા ચાર વર્ષથી અમે આ પરિસ્થિતિમાં છીએ તંત્ર અમારું સાંભળતું નથી...ભરતભાઈ ગઢવી(માજી સરપંચ, સવાઈનગર)

સમસ્યા માટે ગામ લોકોનો મીઠાના અગર ઉપર આક્ષેપ : હાલના ગામડાઓની સ્થિતિ ખરાબ છે. ત્યારે ગામ લોકોએ નદીનું પાણી દરિયામાં નિકાલ પૂરતા પ્રમાણમાં નહીં થતો હોવાને પગલે આક્ષેપ કર્યો છે. થોડા દિવસો પહેલા જ કાળુભારમાં આવેલા નદીના નીરને પગલે ભાણગઢ ફરતા પાણી ભરાતા તંત્રને સમસ્યા વિશે માહિતગાર કર્યું હતું. ત્યારે સિહોર મામલતદારને ઇટીવી ભારતની જાણ બાદ આદેશ કર્યા અને સર્વે કરાવ્યો હતો. પરંતુ કોઈ પગલાં નહીં ભરાતા અંતે ફરી આવેલા ભારે વરસાદમાં એક નહીં પણ 10 ગામના લોકોને પાણી ભરાઈ જવાને કારણે કલેકટરને રજૂઆત કરવા પહોંચવું પડ્યું છે. ગામ લોકોએ રજૂઆત કરી હતી કે દરિયા તરફ મીઠાના અગરોના પાળા બની જવાને કારણે આ નદીના પાણી પાછા આવી રહ્યા છે. આસપાસના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. નિકાલ વ્યવસ્થા દબાઈ હોવાને કારણે પરિસ્થિતિ વણસી છે.

બે દિવસથી અમારા અધિકારીઓ પાણીને લઈને ફિલ્ડમાં છે. એક જગ્યાએ રસ્તો તોડીને પણ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં કેટલાક ગામના લોકો મને રજૂઆત કરવા આવ્યા છે. જેને લઈને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. પાણીના નિકાલમાં કોઈ અડચણ હશે તો દૂર કરવામાં આવશે...આર. કે. મહેતા (કલેક્ટર)

અગાઉની વ્યવસ્થાનો ખર્ચ નદીના પાણીમાં પાણીપાણી : ભાવનગરના ભાલના ગામડાઓ ભારે વરસાદમાં પાણીમાં ડૂબી જાય છે. તેની જાણકારી વર્ષોથી દરેક શહેરવાસીઓને છે. આમ છતાં તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યા હલ થતી નથી. જો કે હાલમાં બનેલા નવા અગરોને પગલે પાળા કરી લેવાને કારણે પરિસ્થિતિ વધુ બગડી રહી છે તેમ ગામ લોકોનો આક્ષેપ છે. નદીના નીર આવ્યા બાદ તેનો નિકાલ એક દિવસના અંતરે થતો હોય છે. પરંતુ હાલમાં છેલ્લા બે ચાર દિવસથી પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાયેલું રહેવાને કારણે ગામ લોકોની હાલત ખરાબ થતી ગઈ છે. જો કે તંત્ર દ્વારા બે ત્રણ વર્ષ પહેલા 75 લાખના ખર્ચે દરિયાના ખાર વિસ્તારમાં ઊંડી કેનાલ બનાવીને કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ સમસ્યા હલ થઈ નથી. ગામ લોકોનું માનવું છે કે કેનાલ બનાવવાની સાથે નદી આવતી હોય તે તરફ બની ગયેલા પાળા હટાવવા જરૂરી બની જાય છે.

  1. Bhavnagar News : ભાવનગરમાં ભાલના ગામડાઓમાં નદીના પાણીનું સંકટ હંમેશા કેમ રહે છે? તંત્ર, શાસક અને વિપક્ષના જવાબ
  2. Bhavnagar Rain: ભાલ પંથકના ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યાં, ભારે વરસાદ થાય તો વધી શકે છે સંકટ
  3. ભાલ પંથકના નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાતા, ખેડૂતોને નુકશાન

ABOUT THE AUTHOR

...view details