ભાવનગરઃ ભારતમાં મહિલા આરક્ષણ વિધેયક સદનમાં મંજૂર થયું તે એક ઐતિહાસિક ઘટના છે. કૉંગ્રેસ સહિત દરેક પક્ષે તેને સમર્થન આપ્યું હતું. જો કે મહિલા આરક્ષણ વિધેયકમાં OBC કવોટા મુદ્દે કૉંગ્રેસે કેટલીક માંગણીઓ કરી હતી. કૉંગ્રેસની OBC ક્વોટાની માંગણી અને અપીલના સમર્થનમાં ભાવનગર કૉંગ્રેસ દ્વારા શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન વકરતા પોલીસે કૉંગ્રીસઓની ટીંગાટોળી કરી હતી.
Congress protested on OBC issue : મહિલા આરક્ષણ વિધેયક અનુસંધાને OBC મુદ્દે કૉંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન, પોલીસે કરી ટીંગાટોળી - ભાવનગર કલેક્ટર કચેરી
ભાવનગરમાં કૉંગ્રેસ મહિલા આરક્ષણ વિધેયક અનુસંધાને OBC ક્વોટા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. વિરોધ પ્રદર્શન વકરતા પોલીસે કૉંગ્રેસીઓની ટીંગાટોળી કરી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક...

Published : Sep 29, 2023, 3:55 PM IST
કૉંગ્રેસ પ્રદેશ OBC સેલ દ્વારા વિરોધઃ ભાવનગર કોંગ્રેસના ઓબીસી સેલ દ્વારા આ વિધેયકના OBC ક્વોટા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભાવનગર કલેકટર કચેરી ખાતે ધરણાં યોજવામાં આવ્યા હતા. ભાવનગર કૉંગ્રેસ પ્રદેશના OBC સેલ પ્રમુખ કાંતિભાઈ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી અને મહિલા મોરચાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કૉંગ્રેસ કાર્યકર્તાઓએ બેનર પ્રદર્શન અને ભારે માત્રામાં સુત્રોચ્ચાર કર્યા હતા. કલેકટર કચેરી ખાતે હોબાળો મચી ગયો હતો. સવારના 11 કલાકથી જ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું હતું. રાહદારીઓ અને કલેક્ટર કચેરીએ આવતા નાગરિકોને આ પ્રદર્શનથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કૉંગ્રેસી કાર્યકર્તાઓ અને OBC સેલના પ્રમુખ મહિલા આરક્ષણ વિધેયકમાં OBC ક્વોટાની માંગણી સંદર્ભે જોરદાર સુત્રોચ્ચાર કર્યા હતા.
પોલીસે કરી ટીંગાટોળીઃ પોલીસે સમયસર સ્થળ પર આવી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે પહેલા શાંતિથી ધરણાં અને વિરોધ પ્રદર્શન સમેટી લેવા માટે સમજાવટથી કામ લીધું હતું. કૉંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન ચાલું રાખતા છેવટે પોલીસે આ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી.