- ભાવનગર શહેરમાં 64 ચોરીનો ભેદ ઉકેલાયો
- 4 લોકોની ટોળકીએ 33 ચોરીઓ કરી
- ખંભાતથી આવી ભાવનગરમાં એક શખ્સે 31 ચોરીઓ કરી
ભાવનગરઃ શહેરમાં બે અલગ અલગ પકડાયેલા આરોપીઓની પૂછતાછ કરાતા 64 ચોરીનો ભેદ ઉકેલાયો હતો. એક ચિક્લીગર ગેંગમાં માતા સહિત 2 પુત્રો અને વધુ એક યુવાન સાથે 4 લોકોની ટોળકીએ 33 ચોરીઓ કરી હતી. તો આ ચારેયને પાછળ છોડવામાં ખંભાતનો શખ્સ આગળ રહ્યો છે. ખંભાતથી શખ્સ ભાવનગરમાં આવી 31 ચોરીઓ કરી હતી. પોલીસે બંને ચોરીમાં આરોપીને ઝડપીને મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર પોલીસે 64 ચોરીનો ભેદ ઉકેલાયો, 4 ની કરાઇ ધરપકડ - દિવસે રેકી અને રાત્રે ચોરી કરતી ચિક્લીગર ગેંગ
ભાવનગરની પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શહેરના હાદાનગર પાસેના નાકા પાસે બાઈક પર આવી રહેલા 2 શખ્સોને ઉભા રાખવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી હતી. જ્યારે ચોરીનો ભેદ ઉકેલાયો હતો, બંને શખ્સો ચિક્લીગર ગેંગના સભ્ય હતા અને પોલીસની પૂછપરછમાં અન્ય 2 વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું. 4 વ્યક્તિઓમાં ત્રણ પુરુષો છે અને એક સ્ત્રી છે. ચારની ગેંગમાં 2 પુત્રો અને માતા અખલોલ જકાતનાકા પાસે સ્વપ્ન સૃષ્ટીમા રહે છે. હવે જોઈએ આ ચાર કોણ છે. પ્રથમ રામસિંગ અર્જુનસિંગ બાવરી ચિક્લીગર,શ્યામસિંગ અર્જુનસિંગ બાવરી ચિક્લીગર,પ્રતાપસિંગ મનજીતસિંગ દૂધાળી જયારે સ્ત્રીમાં જ્યોતીકોર અર્જુનસિંગ બાવરી પકડાયેલા ત્રણ રામસિંગ, શ્યામસિંગ અને જ્યોતીકોર આખલોલ જકાતનાકા પાસે સ્વપ્ન સૃષ્ટીમાં રહે છે. જયારે પ્રતાપસિંગ તેમના સબંધીમાં હોઈ અને વડોદરાના વારસિયા વિસ્તારનો રહેવાસી છે.
ભાવનગર પોલીસને આ ચારની ટોળકી પાસેથી મુદ્દામાલમાં 1,98,440 કિંમતના સોનાના દાગીના જ્યારે ચાંદીના દાગીના 1,11,000ના તો ઈમિટેશન જ્વેલરી 1000 ની અને રોકડ 1,50,974 અને ઘડિયાળ કુલ 7 હજારની, ફોન 2- 5500 કિંમતના, યામાહા fz અને બાઈક મળી કુલ 5,54,964 કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
જાવેદમિયાની કેટલી ચોરીઓ અને કેવી રીતે
ભાવનગરમાં 31 જેટલી ચોરીઓ જાવેદમિયાએ એકલા હાથે કરી છે તેમાં તેનો કોઈ સાથીદાર હાલ સુધીમાં સામે આવ્યો નથી.પોલીસે જાવેદ પાસેથી 1,80,000 જેટલો મુદ્દામાલ કબજે લીધો છે 2015 થી તે ભાવનગરમાં ચોરીઓ કરતો આવ્યો છે, ત્યારે 31 માંથી પોલીસને નોંધાયેલી 8 ચોરીઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં ભરતનગર પોલીસ સ્ટેશનની 4 અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનની 4 ચોરીનો ભેદ ઉકેલાયો છે.