ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Crime: ગજબનો ભેજાબાજ, પાઈપની પાછળ છુપાવ્યા હતા દારૂના ખોખા

ભાવનગરની નિરમા ચોકડીએ પાસે પોલીસે આઇસર ટ્રકમાંથી (Bhavnagar police Seized liquor Stock) દારૂનો જથ્થો ઝડપ્યો છે. આઇસર ટ્રકમાં પાઈપની આડમાં (Nirma Chokdi Bhavnagar) છુપાયેલો લાખોના દારુ સાથે બે શખ્સની ધરપકડ કરી છે. (Bhavnagar Crime News)

પાઈપ પાછળ દારૂના ખોખા, કાતીલ ઠંડીમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની કોશીશ પોલીસે નાકામ કરી
પાઈપ પાછળ દારૂના ખોખા, કાતીલ ઠંડીમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની કોશીશ પોલીસે નાકામ કરી

By

Published : Jan 5, 2023, 5:29 PM IST

આઈસરમાં સંતાડેલો દારૂ સહિત બે શખ્સોને LCBએ દબોચી લીધા

ભાવનગર : કડકડતી હાર્ડ થીજાવતી ઠંડીમાં કોણ ચકાસશે તેવી વિચારધારામાં બુટલેગરોએ દારૂ (Bhavnagar police Seized liquor Stock) ઘુસાડવાની કોશિશ કરતા હોય છે. પરતું ભાવનગર પોલીસ LCB ટીમે કડકડતી ઠંડીમાં બાતમી મળતા છુપાવેલો દારૂ પકડી લીધો હતો. ભાવનગરમાં કડકડતી ઠંડીમાં LCB પોલીસે પેટ્રોલિંગ દરમિયાન છુપાવીને લાવવામાં આવતો દારૂ ઝડપી લીધો હતો. નિરમા ચોકડીએ પેટ્રોલ પંપ સામે મુંબઈથી આવતો આઇસર ટ્રકમાં દારૂ છુપાવેલો શોધીને બે શખ્સોને ઝડપી લીધા હતા.(Nirma Chokdi liquor quantity seized)

સંતાડેલો દારૂ આઈસર ટ્રકમાં ક્યાંથી મળ્યો ભાવનગર શહેરમાં LCB અને પેરોલ ફ્લો સકોર્ડ તપાસમાં હતી, ત્યારે નિરમા ચોકડી પાસેથી બાતમી મળતા શંકાના આધારે આઇસર ટેમ્પોને ઉભા રાખીને ચકાસણી કરતા પ્લાસ્ટિકના પાઇપની વચ્ચે છુપાવેલા ખોખાઓમાં અઢળક દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને LCB પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. જેમાં આઈસર ચાલક અને તેનો આસિસ્ટન્ટ બંને શખ્સોને ઝડપી કાર્યવાહી કરી હતી તેમ LCB PI પી.બી. જાદવે જણાવ્યું હતું. (Bhavnagar Crime News)

આ પણ વાંચોપીએમ રિપોર્ટમાં ખુલાસો, અંજલિએ દારૂ પીધો ન હતો

દારૂ સહિત મુદ્દામાલ કેટલાનો મળ્યોપોલીસે કડકડતી ઠંડીમાં પેટ્રોલિંગ દરમિયાન આઈસર ચાલક અને આસિસ્ટન્ટ શખ્સને ઝડપી લીધા બાદ, મળેલી બાતમીના પગલે આઇસરની ચકાસણી કરી તો પાઇપ વચ્ચેથી દારૂ 3.26 લાખનો બહાર કાઢીને આગળની કાર્યવાહી કરી હતી. આઇસર ચાલક ભાવેશ રણછોડભાઈ વાજા (ઉ.વ.34) ધંધો-ડ્રાયવીંગ રહેવાસી, લેબર કવાટર્સ વિસ્તાર, વિક્ટર જિલ્લો અમરેલી અને જીગ્નેશ ઉર્ફે જીગો વેલાભાઈ વાસીયા (ઉ.વ.20) ધંધો-કલીનર તરીકે રહેવાસી લેબર કવાટર્સ વિસ્તાર, વિક્ટર જિલ્લો અમરેલીવાળાને પકડીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મુંબઈથી દારૂ લાવતા હોવાથી LCB પોલીસે વધુ એક મુંબઈના શખ્સની સામે ફરીયાદમાં નામ નોંધીને ભરત સેલ્વાસવાળાને ફરાર બતાવીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.(Bhavnagar liquor news)

આ પણ વાંચોદારુડીયાના અરમાન પર બુલ્ડોઝર ફેરવતી કંડલા મરીન પોલીસ

પોલીસે કયો આઈશર અને મુદ્દામાલ શુ પકડ્યોભાવનગરમાં કડકડતી ઠંડીમાં કોણ તપાસમાં હોય તેવું વિચારીને છુપાવીને દારૂ લાવવાની કોશિશ કરનારા ઉપર પોલીસે નજર રાખી છે. ત્યારે નિરમા ચોકડીએથી LCB પોલીસે આયશર ફોર વ્હીલર વાહન જેનો રજીસ્ટર નંબર-GJ-14-Z-0894માં દારૂની બોટલ નંગ 888 કિંમત 2,66,400 બોટલ નંગ 480,કિંમત 48,000, બિયર ટીન 120 કિંમત 12,000 મળીને કુલ 3,26,400નો વિદેશી દારૂ અને આયશર વાહન કિમત 10,00,000 તેમજ મોબાઇલ નંગ 03 મળી કુલ 13,36,900નાં મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (liquor quantity seized in gujarat)

ABOUT THE AUTHOR

...view details