ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારી ગોદામમાંથી અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો, 9 શખ્સો ઝડપાયા - Government were House

ભાવનગર શહેરમાં સરકારી અનાજની દુકાનમાંથી અનાજ ચોરીની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ કેસમાં પોલીસે (Bhavnagar police Grain Theft Case) તસ્કરોને ઝડપીને રૂપિયા 13 લાખનો મુદ્દામાલ (Government were House) જપ્ત કરી લીધો છે. ભાવનગર શહેરના કુંભારવાડા અને પાલીતાણા ખાતે આવેલા સરકારી ગોદામમાંથી (Grain Theft Case) અનાજની ચોરી (IPC 378 Theft) થઈ હતી. જેનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ કેસમાં કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે.

સરકારી ગોદામમાંથી અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો, 9 શખ્સો ઝડપાયા
સરકારી ગોદામમાંથી અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો, 9 શખ્સો ઝડપાયા

By

Published : Sep 9, 2022, 7:48 AM IST

ભાવનગર:ભાવનગર શહેરના કુંભારવાડા અને પાલીતાણા ખાતે સરકારી ગોદામમાંથી અનાજની ચોરી (Bhavnagar police Grain Theft Case)થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસે આ કેસ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. પાલીતાણા ખાતે આવેલા ગોદામમાં સરકારી ગોદામમાંથી (Government were House Bhavnagar) સરકાર તરફથી આપવામાં આવેલી રેશનિંગ તથા મધ્યાહન ભોજનનો જથ્થો જે રાખવામાં આવ્યો હતો. એ ચોરાયો હતો. CCTV અને ચોકીદાર વિહોણા બન્ને ગોડાઉનમાં લાખોની (IPC 378 Theft) ખાદ્ય ચીજની ચોરીમાં મુખ્ય ભેજાબાઝ પરપ્રાંતીય સહિતની ટોળકી ઝડપાઇ ગઈ છે.

સરકારી ગોદામમાંથી અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો, 9 શખ્સો ઝડપાયા
આટલો સ્ટોક હતોઃ પાલીતાણાના હવામહેલ રોડ ઉપર કોર્ટની પાછળ આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાં અનાજઅને તેલના ડબ્બાની ચોરી થતા ગોડાઉન મેનેજર ભાર્ગવભાઇ દેવેન્દ્રભાઇ જોષીની દેખરેખમાં મધ્યાહન ભોજનનો જથ્થો રાખવામાં આવેલો હતો. જે પૈકીની ચીજની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં કપાસીયા તેલનાં 15 કિલોના ડબ્બા નંગ-270,.રૂ.8,64,00, મધ્યાહન ભોજનની તુવેરદાળ 25 કિલોના દાગીના (કટ્ટા) નંગ-40 રૂપિયા.97000 PDS તુવેરદાળનાં 20 કિલોના દાગીના (કટ્ટા) નંગ-20 રૂપિયા 38,800 મળી કુલ રૂપિયા 9,99,8000ની ચોરી થયેલ હોવાની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ હતી.

રાજકોટ સુધી તપાસઃભાવનગર LCBને ચોકકસ બાતમી મળી હતી કે સરકારી અનાજનાં ગોડાઉનમાંથી થયેલ ચોરીનાં ગુનામાં જેતપુર સરકારી અનાજનાં ગોડાઉનમાં કામ કરતો આકાશ નામનો શખ્સ તથા અન્ય મજુરો સંડોવાયેલા છે. જેની માહિતી આધારે LCB તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જેતપુર પહોંચી તપાસ કરતાં આકાશ રામગોપાલ કરોરીયા (ઉ.વ.22) ધંધો-મજુરી મળી આવ્યો હતો. જે મૂળ મધ્યપ્રદેશનો છે અને કામ હેતું જેતપુરમાં રહેતો હતો. આ પરપ્રાંતિયની પુછપરછ કરતાં તેણે જાણીતાં તમામ માણસો સાથે મળી પાલીતાણા, સરકારી ગોડાઉન તથા ભાવનગર, કુંભારવાડામાં આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી તેલનાં ડબ્બાઓ તથા તુવેરદાળ વગેરે ચોરી લીધા હતા. એવી પોલીસ સામે કબૂલાત કરી છે.

સરકારી ગોદામમાંથી અનાજ ચોરીનો ભેદ ઉકેલાયો, 9 શખ્સો ઝડપાયા

9 શખ્સોના નામઃ LCB એ જેતપુરમાં પરપ્રાંતીયની કડક પૂછપરછ કરતા 9 શખ્સોના નામ ખુલ્યા છે. આ સમગ્ર ટોળકીને ઝડપી લેવામાં આવી હતી. વાહન સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. પકડાયેલા 9 પૈકી પાંચ પરપ્રાંતીય મજૂર હોવાનું ખુલ્યું છે. જ્યારે 13,03,900 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી નીચર મુજબ અને મુદ્દામાલ પોલીસે રજૂ કર્યા હતા. જોકે, આ કેવી રીતે કરતા એ અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે.

આરોપીઓના નામ
આકાશ રામગોપાલ કરોરીયા (ઉ.વ.22)
વિકાસ રામગોપાલ કરોરીયા (ઉ.વ.20)
સૌરભ ઇન્દ્રસિહ સેરબાગ (ઉ.વ.22)
સચીન હીરાલાલ સૈનીક (ઉ.વ.20)
સુબેદાર સુલતાનસીંગ સીસોદીયા (ઉ.વ.28)
રામવરન મટરલાલ રાઠોડ (ઉ.વ.41)
ફીરોજભાઇ વાહીદભાઇ બાલાપઠીયા (ઉ.વ.38)
અબ્દુલભાઇ વલીભાઇ ખફીફી (ઉ.વ.45)
રવીભાઇ ભુપતભાઇ જીંજુવાડીયા (ઉ.વ.38)

પકડાયેલો મુદ્દામાલ
તેલના ડબ્બા નંગ-247/- રૂપિયા 7,90,400
તુવેરદાળના કટ્ટા નંગ-60 રૂપિયા 1,16,400
અશોક લેલન્ડ લોડીંગ વાહન-1 રૂપિયા 2,50,000
અલગ-અલગ કંપનીનાં મોબાઇલ ફોન નંગ-08 રૂપિયા 31,000
રોકડ રૂપિયા 1,16,000 કુલ રૂ.13,03,900

ABOUT THE AUTHOR

...view details