ભાવનગર: ઉનાળામાં મહિલાઓ પુરા વર્ષ દરમિયાન મરી મસાલા ભરી લેતા હોય છે જેમાંથી એક છે અથાણાં. આખું વર્ષ ચાલનારા આ અથાણાં ના દામ માર્કેટમાં વધી ગયા છે. મીઠાશ સાથે માર્કેટમાં અથાણાંના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને આ વખતે અથાણાંનો આ ખાટો- મીઠો માર ખાવા તૈયાર રહેવું પડશે. કારણે ગયા વર્ષ કરતા આ વખતે અથાણાં ના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો Bhavnagar News : 1 કરોડની ડીલ બાબતે યુવરાજસિંહના સાળાની કબૂલાત, 38 લાખ રોકડા રીકવર થયા, પંચોની હાજરીમાં થોકડીયું ગણાઇ
અથાણું ભરવાની સિઝન:ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં આકરી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. આ ગરમીમાં એક અથાણું ભરવાની સિઝન ગૃહિણીઓ માટે મહત્વની હોય છે. સ્વાદના ચટાકા વાળા પરિવારોના ઘરમાં અચૂક અથાણું હોય છે. આખું વર્ષ નું અથાણું ભરતી મહિલાઓ માટે મોંઘવારીમાં ખિસ્સું ખાલી કરવું પડે અથવા અથાણામાં કાપ મૂકવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સ્વાદ પીરસવાનું :રસોઈમાં સ્વાદ પીરસવાનું કામ અથાણું કરે છે. ત્યારે અલગ અલગ સ્વાદ ના અથાણાં દરેક ઘરમાં જોવા મળે છે. હાલમાં કાચી કેરી,આમળા,ગુંદા કાચા બજારમાં આવે છે.પરંતુ ભાવમાં જબબર ઉછાળો હોવાનું અથાણાના વ્યાપારી જણાવે છે. નિગમ શાહે જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં કેરીના ઉત્પાદનમાં કમોસમી વરસાદને પગલે ઓછી આવક થઈ છે. કાચી કેરીના ભાવમાં પણ વધારો થયો છે. ખાસ કરીને કાચી હાફૂસ,વલસાડી જેવી કેરીના અથાણા થતા હોય છે. જેના ભાવમાં વધારો આવવાથી 30 થી 40 ટકાનો વધારો કેરીના અથાણામાં આવ્યો છે.
આ પણ વાંચો Bhavnagar Crime: SITએ પૂછપરછમાંથી વધુ 6ને પકડ્યા, મોટા ખુલાસા થવાના એંધાણ
અથાણાં મોંઘા થયા:ગત વર્ષના ભાવ સામે આ વર્ષે ભાવ વધ્યા છે અને અથાણાંમાં ગૃહિણીઓ રસ ઘટયો છે. ત્યારે ભાવનગરમાં વર્ષોથી અથાણાં બનાવતા નિગમ શાહે જણાવ્યું હતું કે ગૃહિણીઓ આ વર્ષે તેલ,મરચું અને કુરિયામાં આવેલ ભાવ વધારા અને કાચી કેરી,ગુંદાનું ભાવના પગલે તૈયાર અથાણું લેતા થયા છે. ભાવનગરની ગૃહિણીઓ તૈયાર અથાણાંની ખરીદી કરી રહી છે. જે ગત વર્ષની સરખામણીએ ડબલ છે. કારણ કે ગત વર્ષે 150 રૂપિયા હતા. તેના 250 કિલોના થઈ ગયા છે. મોંઘવારીના પગલે ગૃહિણીઓનું બજેટ જરૂર વિખાઈ ગયું છે.