ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલીતાણા પાલીકાના કર્મચારીઓ કરે છે વીજળીનો વ્યય, જૂઓ વિડીયો - Gujarat

ભાવનગર: જિલ્લાના પાલીતાણા નગરપાલીકાના પ્રમુખની ચેમ્બરમાં પંખા, AC ખાલી રૂમ હોવા છતાં શરૂ હતા. જ્યા સ્થાનિક મહિલાઓ વિસ્તારમાં બ્લોક પેવરનું કામ જલ્દી પૂર્ણ થાય તેની રજૂઆત કરવા કચેરી પહોંચી હતી પરંતુ પ્રમુખની ઓફીસમાં એક પણ નેતાઓ મળ્યા ન હતા તેમજ પ્રમુખની ચેમ્બરના ખાલી રૂમમાં વીજળીના ઉપકરણોનો ચાલુ હતા.

ભાવનગર

By

Published : Jun 18, 2019, 3:04 PM IST

મળતી માહિતી નગરપાલીકાની ખાલી કચેરીમાં જ્યારે સ્થાનિક મહિલાઓ બ્લોક પેવરનું કામ જલ્દી પૂર્ણ થાય તેની રજૂઆત કરવા પહોંચી હતી ત્યારે ત્યા કચેરીમાં વીજળીના ઉપકરણો ચાલુ મળ્યા હતા.

વાયરલ વિડીયો

જે બાદ મહિલાઓએ વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, પોતાના વિસ્તારમાં બ્લોક પેવરનું કામ જલ્દી પૂર્ણ થાય તે માટે રજૂઆત કરવા તેઓ પાલીકા કચેરી ગયા હતા પરંતુ પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખની ગેરહાજરીમાં ખાલીરૂમના તમામ વીજળી ઉપકરણો ચાલું હતા. તેથી સ્થાનિક મહીલાઓએ કચેરીનો વિડીયો બનાવી સોસિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો વાઇરલ થતા સમગ્ર ઘટનાને પગલે પાલીતાણા શહેરમાં આ વિડીઓની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી.

ABOUT THE AUTHOR

...view details