ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar News: શાળાએથી પરત ફરતા ખેતરે ફેંસિંગ અડતા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ

ભાવનગર પાસે આવેલા કાટીકડા ગામે શાળાએથી પરત ફરતા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ નીપજ્યા છે. આ ત્રણ માસુમ બાળકો નજીકમાં રહેલા ફન્સિગના વાયરને અડકી જતા મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યું છે.

Etv BharatBhavnagar News: શાળાએથી પરત ફરતા ખેતરે ફેંસિંગ અડતા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ
Etv BharatBhavnagar News: શાળાએથી પરત ફરતા ખેતરે ફેંસિંગ અડતા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ

By

Published : Mar 8, 2023, 7:52 PM IST

ભાવનગર: ભાવનગર પાસે આવેલા કાટીકડા ગામે શાળાએથી પરત ફરતા ખેતરે તાર ફેંસિંગ નજીક ત્રણ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાટીકડા ગામે ત્રણ બાળકો શાળાએથી પરત ફરતા વીજ પ્રવાહથી મોત થયાની ઘટના ઘટી છે. પ્રાથમિક તારણ તાર ફેંસિંગમાં વીજ પ્રવાહ હોવાથી શોક લાગતા મૃત્યુ થયાનું સામે આવી રહ્યું છે. જો કે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: તમિલનાડુના વતની યુવકની ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારીને હત્યા કરવાના કેસમાં ધરપકડ

દુ:ખભરી ઘટના: ભાવનગર જિલ્લાના મહુવાના તાલુકા ઉંચા કોટડા નજીક આવેલા કાટીકડા ગામે એક અઘટીત ઘટના ઘટી ગઈ હતી. ત્રણ બાળકોના શોક લાગવાને કારણે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કરતા નાના કાટીકડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઉંચા કોટડા પાસે નાનકડું ગામ કાટીકડા ગામ આવેલું છે.

વાડીમાં હતા: આ કાટીકડા ગામમાં રહેતા ત્રણ નાના બાળકો પોતાના ગામથી એક કિલોમીટર વાડી વિસ્તારમાં હતા. ત્યારે શોક લાગવાની મળેલી માહિતી મુજબ ગામ લોકો દોડી ગયા હતા. સ્થળ પર જઈને ત્રણેય બાળકો જમીન પર પડેલા જોઈને ગામ લોકોએ તુરંત મહુવા હનુમંત હોસ્પિટલ બાદમાં મહુવા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે હોસ્પિટલમાં ત્રણેય બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહુવા તાલુકાના કોટિકડા ગામમાં રહેતા ત્રણેય બાળકો 9 થી 12 વર્ષની ઉંમરના છે.

આ પણ વાંચો: Cyber Criminals: પોલીસે એક જ મોબાઈલમાં 6 લાખ લોકોના ડેટા,

કોણ છે: સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બાળકોના નામ નૈતિક કનુભાઈ જાંબુચા 12 વર્ષ, પ્રિયંકા કનુભાઈ જાંબુચા 10 વર્ષ, કોમલ મગનભાઈ ચૌહાણ 9 વર્ષ સામે આવ્યું છે. જો કે એક દીકરો અને બે દીકરીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણેય બાળકોને વાડીમાં બનાવાયેલી તાર ફેન્સીંગમાં વીજ પ્રવાહ પસાર થતો હોય ત્યારે રમતા રમતા સ્પર્શી જવાથી સ્થળ પર જ ઢળી પડ્યા હતા. જો કે સમગ્ર બનાવ બાદ ડીવાયએસપી જયદીપસિંહ સરવૈયા સમગ્ર બનાવને પગલે સ્થળ પર પોહચીને ઘટનાની તપાસ હાથ ધરી છે.

તપાસ શરૂ: જો કે ખેડૂતો રોજડા જેવા પશુઓના ત્રાસના કારણે તાર ફેન્સીંગમાં વિજ પ્રવાહ રાખતા હોવાનું ભૂતકાળમાં સામે આવેલું છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં તપાસ બાદ સત્ય સામે આવશે. ટાર ફેનસિંગમાં વીજ પ્રવાહ કારણભૂત છે કે શું ? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડીવાયએસપી જયદીપસિંહ સરવૈયા ગામે પહોંચ્યા હતા. Dyspએ તપાસ હાથ ધરી હતી.

શાળાએથી ત્રણ બાળકો પરત આવતા હતા. ત્યારે કોમલ મગનભાઈ ચૌહાણ 9 થી 10 વર્ષીય તેમજ નૈતિક કનુભાઈ જાંબુચા અંદાજે 12 વર્ષીય, અને પ્રિયંકા કનુભાઈ જાંબુચા અંદાજે 10 વર્ષીય બંને ભાઈ બહેન પણ સાથે હતા. ત્યારે અગમ્ય કારણોસર સામંતભાઈ બારૈયાના ખેતર નજીક આવતા અગમ્ય કારણસર મૃત્યુ પામ્યા હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. જો કે પીએમ થયા બાદ જાણી શકાશે કે શોક લાગવાથી મૃત્યુ છે કે આખરે શું ઘટના છે.--જયદીપસિંહ સરવૈયા (ટેલિફોનિક વાતચીતના આધારે)

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details