આવક પર સીધી નજર રાખવા માંગે છે ભાવનગર : કેન્દ્ર સરકાર 1 ઓગસ્ટથી ઇ ઇનવોઇસ બીલમાં 5 કરોડ ટર્ન ઓવરવાળા દરેક ઉદ્યોગકાર, વ્યાપારીને શામેલ કરવા જઈ રહી છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગ,પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક નાના લઘુ ઉદ્યોગ આવેલા છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકાર પાસે અપેક્ષા સેવી છે કે હાલની પ્રક્રિયા ખૂબ લાંબી હોવાથી ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અપેક્ષિત માંગ ઉઠી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આદિન સુધી 10 કરોડનું સુધીનું વાર્ષિક ટર્ન ઓવર હોય તેને ઇ ઇન્વોઈસ બિલ ભરવાનો ફરજિયાત નિયમ કર્યો હતો. પરંતુ સરકાર ધીરે ધીરે નાના મોટા દરેક વ્યાપારીથી લઈને ઉદ્યોગકારોને સાંકળવા માંગતી હોય છે તેમ હવે ઇ ઇનવોઇસ બિલ વાર્ષિક પાંચ કરોડ ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગ કે વેપારીઓને પણ પહેલી ઓગસ્ટથી ભરવું ફરજિયાત બની જવાનું છે. જેને પગલે વાર્ષિક પાંચ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ઉદ્યોગકાર કે વેપારીઓને સરકારને સીધી જાણ કરવાનો સમય આવશે...દિલીપભાઈ કામાણી( સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ )
ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર પાસે અપેક્ષિત માંગ દર્શાવી : કેન્દ્ર સરકાર દ્વારા 10 કરોડના ટર્ન ઓવર સુધી રાખેલી સીમા મર્યાદા વ્યાજબી માનવામાં આવતી હતી. પરંતુ સરકાર હવે ક્યાંક 10 કરોડથી લઈને નીચે એક કરોડ સુધીના ટર્ન ઓવર સુધીનાને જીએસટીના બિલમાં સામેલ કરવા માગતી હોય તેમ એક ડગલું આગળ ભર્યું છે. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આજદિન સુધી 10 કરોડનું ટર્ન ઓવર કરતા લોકો માટે ઇ ઇનવોઇસ બિલ જરૂરી હતું. પરંતુ હવે કેન્દ્ર સરકારે પાંચ કરોડ ટર્ન ઓવર ધરાવતા વ્યાપારી કે ઉદ્યોગકાર માટે પણ ફરજિયાત કર્યું છે. જેને પગલે નાના ઉદ્યોગકારો અને ફરજિયાત કન્સલ્ટન્ટ રાખવો જરૂરી બની જશે. જ્યારે જીએસટીની સાઈટ ઉપરથી લેંધી બની જાય છે. આમ ઉદ્યોગોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આથી કેન્દ્ર સરકાર જીએસટીની સાઈટને સરળ બનાવે તો ઉદ્યોગકાર જાતે જ ઇ ઇન્વેસ્ટ બિલ ભરી શકે.
ઇ ઇનવોઇસ બિલ શું છે અને શા માટે : કેન્દ્ર સરકાર ઇ ઇન્વોઇસ બિલ જીએસટી અંતર્ગત લાવેલી છે. ત્યારે કોઈપણ ઉદ્યોગકાર કે વ્યાપારીનું ટર્નઓવર સરકારે નિશ્ચિત કરેલા ટર્નઓવરમાં આવતું હોય તો તેને ઓનલાઈન ભરવાનું રહે છે. એટલે કે પોતાના ફેક્ટરી કે કારખાનામાંથી બહાર જતો માલ તેની સંપૂર્ણ વિગત ભરવાની રહે છે. જેથી કરીને રસ્તામાં પોલીસ કે જીએસટીના ચેકિંગ દરમિયાન તપાસવામાં આવે તો ઇ ઇન્વેસ્ટ બિલ રજૂ કરી શકાય.
સમયનો વેડફાટ: એમ કહેવું ખોટું નથી કે સરકાર ક્યા કેટલી ફેકટરી કારખાનું કમાણી કરી રહ્યું છે અને ક્યાંક ટેક્સ ચોરી તો નથી થતીને તેના પર સરકાર નજર રાખવા માંગે છે. જોકે તેની પ્રક્રિયાને હળવી કરવામાં સરકાર અસફળ હોવાનું ઉદ્યોગકાર અને વ્યાપારીઓ માની રહ્યા છે. હાલની સ્થિતિમાં સમયનો વેડફાટ થતો હોવાનું કહેવામાં આવે છે. જેને પગલે ડિલિવરી કરવામાં વિલંબ થવાના બનાવો રહેલા છે.
- Surat Crime : અત્તરના ફેરિયા પાસેથી ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ખોલી, કરોડોની જીએસટી ચોરી નોટિસથી ખુલ્યું આર્થિક કૌભાંડ
- Surat Crime: રૂપિયા 2700 કરોડની જીએસટી ચોરી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરી
- GST Collection in June: જીએસટી કલેક્શન 12 ટકા વધીને 1.61 લાખ કરોડને પાર