લો સ્કોરિંગ મેચ રસપ્રદ બની ભાવનગર : ભાવનગર શહેરમાં સેન્ટ મેરી દ્વારા મારીયન ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. 2023ની ટુર્નામેન્ટમાં હાલમાં ગયેલી ભારત ઓસ્ટ્રેલિયા મેચ જેવી સ્થિતિ ફાઇનલમાં થઈ હતી. લો સ્કોરીંગ અને ટફ વિકેટ વચ્ચે સેન્ટ મેરી અને કેપીઇએસની ફાઇનલ રમાઈ હતી. 14 વર્ષથી નીચેના ખેલાડીઓની ટુર્નામેન્ટ રસપ્રદ બની હતી. બાળકો વિશે ક્રિકેટ ટીમના કોચે પણ વાલીઓને ટહુકો કર્યો હતો. મારીયન કપની ફાઇનલ જોનારા મેદાન પરના લોકોને મુખે હાલમાં વર્લ્ડ કપ ફાઇનલ યાદ આવી ગઈ હતી. બન્ને ટીમના કેપટન અને કોચે શુ કહ્યું અને શું રહ્યો સ્કોર જોઇએ.
18થી 28 ડિસેમ્બર મારીયન ક્રિકેટ ટુર્નામેન્ટ :ભાવનગરમાં મારીયન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 18 વર્ષોથી થઈ રહ્યું છે. અંડર14ના નાના ખેલાડીઓ માટે એક મજબૂત પ્લેટફોર્મ મારીયન કપને માનવામાં આવે છે. IPL, વર્લ્ડ કપ T20 જેવી મેચોથી બાળકોના વાલીઓ પણ આકર્ષિત થઈને બાળકોને ક્રિકેટ તરફ વાળી રહ્યા છે.
આ ટુર્નામેન્ટ આમ તો 21 વર્ષથી રમાય છે અને મારીયન કપ 18 વર્ષથી ચાલી રહ્યો છે.18 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર આજે ફાઇનલ યોજવામાં આવી હતી. જેમાં સેન્ટ મેરી અને KPES શાળાઓ ફાઇનલમાં ટકરાઇ હતી. આજની ફાઇનલ ટફ હતી અને લો સ્કોરીંગ હતી. પહેલા એવું લાગતું હતું કે સ્કોર સારો થશે.જોકે ધૈર્યદીપસિંહ ગોહિલે ટુર્નામેન્ટમાં કુલ 140 રન કર્યા અને 8 વિકેટ લેતા બેસ્ટ બેટ્સમેન જાહવાર કરાયા હતા. જ્યારે KPESના સાર્થક અધ્વર્યુંને બીટ બોલર કારણ કે તેને 9 વિકેટ પ્રાપ્ત કરી હતી. ફાઇનલમાં સેન્ટ મેરીના ધૈર્યદીપસિંહે 22 એન કર્યા અને 2 વિકેટ લીધી હતી.જ્યારે KPESમાં વધુ રન સાર્થક અધ્વર્યુંએ 17 એન કર્યા હતા. જ્યારે KPESના હિમાંશુ જાદવે 3 વિકેટ લીધી હતી...હરદેવસિંહ જાડેજા (કોચ, સેન્ટ મેરી ટીમ )
બાળકોને મેદાનમાં આવવા દ્યો : ભાવનગરની સેન્ટ મેરી શાળાના ગ્રાઉન્ડમાં યોજાયેલી મારીયન કપની ફાઇનલમાં સેન્ટ મેરી અને કેપીએસ વચ્ચે રસપ્રદ મેચ બની ગઈ હતી, ત્યારે કેપીએસના કોચ જીતુભાઈ પાટીલે જણાવ્યું હતું કે ભાવનગરની અંદર જુનિયર લેવલની ઓછી મેચ રમાય છે, જે રમાય છે તેમાં બાળકોને લાભ મળે છે. બેસ્ટ બેસ્ટમેન અને બોલર તરીકે એવોર્ડ મળ્યો છે, જ્યારે કેપીએસના સાર્થક અધ્વર્યું બેસ્ટ બોલર તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે.
ક્રિકેટ બાળકોનો સર્વાંગી વિકાસ નહીં પણ ટોટલી મેન્ટલી અને ફિઝિકલી સપોર્ટ કરે છે. મારું એવું માનવું છે કે એક બુક કે ટોપીક ઓછું ભણશે તો ચાલશે પણ મેદાન ઉપર મોકલે વાલીઓ બાળકોને તે વધુ સારું છે. હાર જીત તો ગૌણ છે પણ મેદાન ઉપર રહેશે તો મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેશે...જીતુભાઇ પાટીલ ( કોચ, KPES ટીમ )
હારેલી જીતેલી ટીમના કેપ્ટને શું કહ્યું :સમગ્ર મારીયન ટુર્નામેન્ટમાં કેપીએસનું પ્રદર્શન સારું રહ્યું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન173 જેવો 20 ઓવરમાં સ્કોર ઉભો કરનાર કેપીએસ ફાઇનલમાં પહોંચેલી હતું. સેન્ટ મેરીની ટીમ વચ્ચે ફાઇનલમાં જંગ જામી હતી. ફાઇનલ મેચમાં નવ મેચ જીતેલી કેપીએસની ટીમ સામે પડકાર 87 રનનો આવ્યો હતો, ત્યારે કેપીએસની ટીમ 62 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેને પગલે ફાઈનલના વિજેતા સેન્ટ મેરી સ્કૂલ થવા પામી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં ટીમના પરફોર્મન્સ વિશે સેન્ટ મેરીના ટીમના કેપ્ટન ધૈર્યદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જીતવાનો એક જ અર્થ હતો કે ટીમવર્કથી રમ્યાં હતાં. થોડી પહેલી મેચમાં ફિલ્ડિંગ નબળી હતી પણ અમે ટીમ ચેન્જ કરી નથી. અમે બધા પર કોન્ફિડન્સ બતાવ્યો હતો. ફાઇનલમાં શરૂઆતમાં થોડી ફીલ્ડીંગ નબળી રહી હતી પણ પાછું કમબેક કર્યું હતું. ત્યારે KPES ટીમના કેપ્ટન દેવ અંધારિયાએ જણાવ્યું હતું કે પહેલા અમારું હાર્ડવર્ક અને ટીમ વર્ક સારું હતું તેથી અમે જીત્યાં, પણ આજે ટોપ ઓર્ડર ન ચાલ્યો અને મિસ ફિલ્ડીંગ થઈ હતી. અમે હવે ફિલ્ડિંગ અને બેટિંગ ઉપર આગામી દિવસોમાં ધ્યાન આપશું.
- નેવી દ્વારા ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટીશન અને પેન્ટિંગ કોમ્પિટીશનનો કાર્યક્રમ યોજાયો
- ઇન્ટર સ્કુલ ચેમ્પિયનશિપમાં 20 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ