ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોર ઘાંઘળી રોડ ઉપર આવેલી રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા રોલિંગ મિલમાં વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. બનેલા બનાવમાં પાંચ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. જે પૈકી એક મજૂરનું મોત અને બીજાનું સારવારમાં મૃત્યુ થયું હતું. પોલીસે બનાવ બાદ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ અમે બનાવ સ્થળની કરી હતી, તેમાં જે ફર્નેશનું સાધન હોય તેમાંથી પીગળેલું મેટલ ઉડ્યું છે અને મજૂરો ઉપર પડ્યું છે. જેને કારણે પાંચ લોકો દાઝી ગયા છે. જેમાં રતીરામ રામદુલારે પ્રજાપતિ મૃત્યુ પામ્યા છે તેમજ પ્રસૂતન મુન્નાલાલ ચૌહાણનું પણ મૃત્યુ થયું છે. જ્યારે સારવારમાં ભાવનગર સર ટી હોસ્પિટલમાં ત્રણ લોકો છે. જેમાં તુલસીરામ, રાજુ લાલુભાઈ અને રામ કિશોર પંડિત સારવાર હેઠળ સર ટી હોસ્પિટલમાં છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે....એચ. બી. સોઢા (પીઆઇ, સિહોર પોલીસ સ્ટેશન )
એક મજૂરનું સ્થળ પર મૃત્યુ :ભાવનગર જિલ્લાના સિહોરથી ઘાંઘળી રોડ ઉપર રોલીંગ મિલો આવેલી છે. ત્યારે ઘાંઘળી રોડ ઉપર આવેલી રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા રોલીંગ મિલમાં દુર્ઘટના સર્જાતા પાંચ લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. જે પૈકી એક મજૂરનું સ્થળ પર મૃત્યુ થયું હતું તો બીજા મજૂરનું સારવારમાં મૃત્યુ થયું હતું. સમગ્ર બનાવ બાદ ઇજાગ્રસ્તોને સારવારમાં લાવવામાં આવ્યા હતાં. બનાવ બાદ પોલીસે સ્થળ તપાસ હાથ ધરી હતી.
ભાવનગર સર ટી હોસ્પિટલમાં ત્રણની સારવાર રોલીંગ મિલમાં વહેલી સવારે બની દુર્ઘટના : ભાવનગર જિલ્લાની રોલિંગ મીલો સૌથી વધારે સિહોરમાં પંથકમાં આવેલી છે, જ્યારે સિહોરથી ઘાંઘળી રોડ ઉપર આવેલી રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રા રોલિંગ મિલમાં વહેલી સવારે એક દુર્ઘટના સર્જાઈ હતી.
રાત્રે જે પ્લાન્ટમાં ફર્નેશ કેમિકલ સાથે ઓગાળીને પ્રોસેસ કરવામાં આવે છે તેમાં લાવા જેવો રસ હોય છે. જે કામગીરી દરમિયાન આ રસ ઉડતા કેટલાક મજૂરો દાઝી ગયા હતાં. જેમાં પાંચ મજૂરોને દાઝવાથી ઈજા થઈ હતી. જેમાંથી એકનું મૃત્યુ થયું છે અને બીજાને સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઇજા હોવાથી સારવારમાં છે. ભાવનગર સર ટી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં અન્ય ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે... બૈજુ પ્રકાશભાઈ પટેલ ( મેનેજર, રુદ્ર ગ્લોબલ ઇન્ફ્રા રોલિંગ મિલ )
બ્લાસ્ટ નહીં પણ દુર્ઘટનાએ લીધો બેનો ભોગ : ભાવનગર જિલ્લામાં સિહોરમાં આવેલી રોલિંગ મીલોમાં મોટાભાગે બોઇલર ફાટવાના કિસ્સાઓ ઘટતા હોય છે, જેને પગલે એક વાત વહેતી થઈ હતી કે રુદ્રા ગ્લોબલ ઇન્ફ્રામાં પણ બોઈલર ફાટ્યું છે. પરંતુ સમગ્ર ઘટનામાં અન્ય કારણ સામે પ્રાથમિક રીતે આવ્યું છે.
- Rajkot News: રાજકોટમાં એલ્યુમનિયમની ભઠ્ઠીના કારખાનામાં બ્લાસ્ટ, બે શ્રમિકો દાઝ્યા
- તાતીથૈયાના કેપનીમાં ગરમ પાણીની પાઇપલાઇનનું ઢાંકણ ખૂલી જતાં 5 કામદારો દાઝ્યા